મુંબઈ, 14 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં રૂ.3,34,026.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2,99,421 કરોડનાં કામકાજ થયાં હતાં. શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.16,206.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,990.19 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13213.91 કરોડનો હતો.

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે સુધારો

શુક્રવારના સત્રમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,263ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,370 અને નીચામાં રૂ.71,158ના મથાળે અથડાઈ, રૂ.137 વધી રૂ.71,275ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.58,449 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,101ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.71,132ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.2.11 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.88,241ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.88,444 અને નીચામાં રૂ.87,824ના મથાળે અથડાઈ, રૂ.259 વધી રૂ.88,242ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.245 વધી રૂ.88,179 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.232 વધી રૂ.88,166 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.2,990 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13,214 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જૂન વાયદો રૂ.857.90ના ભાવે ખૂલી, રૂ.2.45 વધી રૂ.858.10 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.233.55 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.259ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.25 ઘટી રૂ.234.50 જસત-મિની જૂન વાયદો રૂ.0.95 ઘટી રૂ.258.95 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી ઢીલા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,542ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,542 અને નીચામાં રૂ.6,514ના મથાળે અથડાઈ, રૂ.41 ઘટી રૂ.6,527 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.38 ઘટી રૂ.6,529 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.246ના ભાવે ખૂલી, રૂ.2.60 ઘટી રૂ.245.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.4 ઘટી 245.4 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,100 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, રૂ.20 ઘટી રૂ.56,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.914 બોલાયો હતો.

ઓપ્શન્સમાં રૂ.2,99,421 કરોડનાં કામકાજ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.702.78 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,546.45 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.139.29 કરોડનાં 3,765 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.210.72 કરોડનાં 9,913 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.34.70 કરોડનાં 562 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.6.12 કરોડનાં 146 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.258.25 કરોડનાં 1,203 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.90.52 કરોડનાં 1,489 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.0.27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.1.09 કરોડનાં 33 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)