મુંબઈ, 30 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,381ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,476 અને નીચામાં રૂ.59,547 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.602 ઘટી રૂ.59,901ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.151 ઘટી રૂ.48,058 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.66 ઘટી રૂ.5,973ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.476 ઘટી રૂ.59,913ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,617 અને નીચામાં રૂ.73,063 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,542 ઘટી રૂ.73,959 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,306 ઘટી રૂ.73,941 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,177 ઘટી રૂ.74,063 બંધ થયો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21 થી 27 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 41,63,701 સોદાઓમાં કુલ રૂ.3,16,833.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,15,780.75 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.200741.95 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,74,216 સોદાઓમાં રૂ.77,348.89 કરોડનાં કામકાજ થયાં હતાં.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ તાંબુ એપ્રિલ વાયદો રૂ.765.65ના ભાવે ખૂલી, રૂ.29.20 ઘટી રૂ.736.90 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.6.10 ઘટી રૂ.206.80 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.13.00 ઘટી રૂ.233ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.211.35 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.95 ઘટી રૂ.181.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.12.60 ઘટી રૂ.233.55 બંધ થયો હતો. ખાતે 1,14,200 સોદાઓમાં રૂ.13,016.87 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલનો વાયદો રૂ.246 નરમઃ કોટન-ખાંડીનો વાયદો રૂ.1,140 તૂટ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,367ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,499 અને નીચામાં રૂ.6,073 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.246 ઘટી રૂ.6,140 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.246 ઘટી રૂ.6,141 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.197ના ભાવે ખૂલી, રૂ.6.90 ઘટી રૂ.194.40 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 6.7 ઘટી 194.6 બંધ થયો હતો. 6,81,025 સોદાઓમાં રૂ.25,213.45 કરોડનો ધંધો થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.311 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,600 અને નીચામાં રૂ.61,200 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,140 ઘટી રૂ.61,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.964.50 બોલાયો હતો. રૂ.201.54 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,15,781 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.200741 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.30,449.44 કરોડનાં 50,739.303 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.46,899.45 કરોડનાં 6,249.565 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,244.51 કરોડનાં 1,62,33,630 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,968.94 કરોડનાં 77,17,57,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,978.92 કરોડનાં 94,480 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.384.10 કરોડનાં 20,954 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,777.06 કરોડનાં 90,480 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,876.79 કરોડનાં 1,62,497 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.158.46 કરોડનાં 25,248 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.43.08 કરોડનાં 445.68 ટનનાં કામકાજ થયાં હતાં.