MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.2,318 અને ચાંદીમાં રૂ.5,446નો સાપ્તાહિક કડાકો
મુંબઈ, 21 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 116,75,476 સોદાઓમાં કુલ રૂ.12,68,632.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,19,903.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11,48,716.89 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,86,586 સોદાઓમાં રૂ.68,323.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,086ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,118 અને નીચામાં રૂ.75,459ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,318ના ભાવઘટાડા સાથે રૂ.75,651ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,638 તૂટી રૂ.60,890 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.143 ઘટી રૂ.7,591ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,209ના ભાવઘટાડા સાથે રૂ.75,191ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,201ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,338 અને નીચામાં રૂ.86,655ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5,446ના ભાવઘટાડા સાથે રૂ.87,187ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5,288ના ભાવઘટાડા સાથે રૂ.87,328 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5,277ના ભાવઘટાડા સાથે રૂ.87,326 બંધ થયો હતો.
મેન્થા તેલ સુધર્યુ, નેચરલ ગેસ ઢીલુ, બિનલોહ ધાતુઓ એકંદરે ઘટી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 99,099 સોદાઓમાં રૂ.13,055.02 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.823.00ના ભાવે ખૂલી, રૂ.25.90 ઘટી રૂ.796.75 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.241.25 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.40 ઘટી રૂ.177ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.55 ઘટી રૂ.279ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.241.70 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.177.50 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.7.35 ઘટી રૂ.279.65 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.35ની નરમાઈ, કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,70,677 સોદાઓમાં રૂ.38,499.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,951ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,030 અને નીચામાં રૂ.5,872ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.35 ઘટી રૂ.5,933 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.34 ઘટી રૂ.5,936 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.298ના ભાવે ખૂલી, રૂ.0.40 ઘટી રૂ.299.20 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 0.3 ઘટી 298.9 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.25.59 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,870 અને નીચામાં રૂ.53,600ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.840 ઘટી રૂ.54,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.10 વધી રૂ.927.80 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,19,903 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1148716 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.34,305.76 કરોડનાં 44,714.642 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,018.18 કરોડનાં 3,772.599 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,829.72 કરોડનાં 13,088,470 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.30,669.30 કરોડનાં 1,094,724,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,700.27 કરોડનાં 70,296 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.264.16 કરોડનાં 14,784 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,317.61 કરોડનાં 90,303 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,772.98 કરોડનાં 132,891 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.08 કરોડનાં 3,744 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.20.51 કરોડનાં 219.6 ટનનાં કામકાજ થયાં હતાં.