મુંબઈ, 5 એપ્રિલઃ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 એપ્રિલથી 2 મે સુધીના સપ્તાહ દરમિયાન 68,62,906 સોદાઓમાં કુલ રૂ.7,00,014.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,109.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 583813.82 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,95,115 સોદાઓમાં રૂ.78,336.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,212ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,750 અને નીચામાં રૂ.70,301 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.478 ઘટી રૂ.70,736ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.284 ઘટી રૂ.57,153 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.6,991ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.606 ઘટી રૂ.71,119ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.80,819ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,400 અને નીચામાં રૂ.79,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.734 ઘટી રૂ.79,950 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,065 ઘટી રૂ.81,313 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,078 ઘટી રૂ.81,302 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.92 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,24,415 સોદાઓમાં રૂ.14,432.84 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.854.20ના ભાવે ખૂલી, રૂ.6.90 ઘટી રૂ.845.95 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.3.45 ઘટી રૂ.231.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.191ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.50 વધી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.3.10 ઘટી રૂ.232.85 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.190.60 જસત-મિની મે વાયદો રૂ.4.35 વધી રૂ.256.65 બંધ થયો હતો.

ક્રૂડ તેલ રૂ.310 ઘટ્યું, નેચરલ ગેસ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,20,305 સોદાઓમાં રૂ.23,279.5 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,965ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,043 અને નીચામાં રૂ.6,559 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.310 ઘટી રૂ.6,601 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.307 ઘટી રૂ.6,604 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.166ના ભાવે ખૂલી, રૂ.4.70 વધી રૂ.170.00 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 4.5 વધી 170 બંધ થયો હતો.

મેન્થા તેલમાં સુધારોઃ કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.1,340નો ઘટાડો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.60.96 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,680ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,800 અને નીચામાં રૂ.57,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,340 ઘટી રૂ.57,280ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 વધી રૂ.932.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,16,109 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5,83,813 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.36,781.22 કરોડનાં 51,752.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.41,554.93 કરોડનાં 5,092.124 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,852.05 કરોડનાં 1,30,34,500 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,427.45 કરોડનાં 86,01,44,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,460.48 કરોડનાં 62,003 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.318.96 કરોડનાં 16,656 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,438.55 કરોડનાં 86,575 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.5,214.85 કરોડનાં 2,03,910 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.38.71 કરોડનાં 6,624 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.22.25 કરોડનાં 241 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)