MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.319 અને ચાંદીમાં રૂ.3,686નો ઉછાળો
મુંબઈ, 1 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 મે સુધીના સપ્તાહ દરમિયાન 68,41,054 સોદાઓમાં કુલ રૂ.6,89,485.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,38,286.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,51,072.14 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,76,070 સોદાઓમાં રૂ.98,011.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,468ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,438 અને નીચામાં રૂ.71,211 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.319ના ઉછાળા સાથે રૂ.71,896ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.310 વધી રૂ.58,526 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.7,134ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.220 વધી રૂ.71,852ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.90,562ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,493 અને નીચામાં રૂ.90,366 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,686ના ઉછાળા સાથે રૂ.94,123 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,604 ઊછળી રૂ.94,045 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,619 ઊછળી રૂ.94,038 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.126 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,24,576 સોદાઓમાં રૂ.17,702.35 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.891.80ના ભાવે ખૂલી, રૂ.16.20 ઘટી રૂ.874 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.7.90 વધી રૂ.247.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.271ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.7.20 વધી રૂ.247.35 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.191.45 જસત-મિની મે વાયદો રૂ.0.25 વધી રૂ.271.85 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.91ની વૃદ્ધિ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,14,936 સોદાઓમાં રૂ.22,414.32 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,414ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,728 અને નીચામાં રૂ.6,345 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.91 વધી રૂ.6,488 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.87 વધી રૂ.6,490 બંધ થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.245ના ભાવે ખૂલી, રૂ.29.10 ઘટી રૂ.217 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 29 ઘટી 217.1 બંધ થયો હતો.
કોટન-ખાંડીના વાયદામાં સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.158.92 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,460 અને નીચામાં રૂ.55,620 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.740 વધી રૂ.57,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.39.30 ઘટી રૂ.887.70 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,38,287 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,51,072 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.39,462.78 કરોડનાં 54,825.083 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.58,548.50 કરોડનાં 6,205.812 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.5,533.85 કરોડનાં 84,55,030 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,880.47 કરોડનાં 7,41,347,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,265.95 કરોડનાં 92,626 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.380.79 કરોડનાં 19,743 ટન તાંબાના વાયદાઓમાં રૂ.10,948.46 કરોડનાં 122,323 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,107.15 કરોડનાં 150,023 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.126.79 કરોડનાં 22,080 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.32.13 કરોડનાં 347.4 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)