MCX WEEKLY VIEWS: ચાંદીમાં રૂ.3912નો કડાકો
મુંબઈ, 9 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 55,21,977 સોદાઓમાં કુલ રૂ.5,02,324.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.81,890.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4,20,323.35 કરોડનો હતો.
સોનાનો વાયદો રૂ.376 ડાઊન
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,62,628 સોદાઓમાં રૂ.48,415.35 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,296ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,665 અને નીચામાં રૂ.58,970ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.376 ઘટી રૂ.58,998ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.47,883 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 ઘટી રૂ.5,875ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.352 ઘટી રૂ.59,016ના સ્તરે પહોંચ્યો હતો.
મેન્થા તેલ રૂ.63.40 નરમ
ચાંદીના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,748ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,614 અને નીચામાં રૂ.71,570ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,912 ઘટી રૂ.71,770ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,742 ઘટી રૂ.71,887 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,735 ઘટી રૂ.71,885 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 77,253 સોદાઓમાં રૂ.8,576.46 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.736.80ના ભાવે ખૂલી, રૂ.7.55 ઘટી રૂ.728.05 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.201.25 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.50 વધી રૂ.222ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.201.45 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.187.55 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4.45 વધી રૂ.221.80 બંધ થયો હતો.
ક્રૂડ તેલના વાયદામાં રૂ.356નો ઉછાળો, કોટન-ખાંડી વાયદો રૂ.700 સુધર્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6,10,595 સોદાઓમાં રૂ.24,754.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,916ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,315 અને નીચામાં રૂ.6,910ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.356 વધી રૂ.7,227 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.358 વધી રૂ.7,222 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.229ના ભાવે ખૂલી, રૂ.16.20 ઘટી રૂ.215.40 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 16 ઘટી 215.9 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.110 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.144.03 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,220ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.60,220ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.700 વધી રૂ.60,640ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.63.40 ઘટી રૂ.966 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.81,891 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.420323 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.13,464.85 કરોડનાં 22,686.514 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,950.50 કરોડનાં 4,732.887 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,327.67 કરોડનાં 13,044,920 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.15,427.31 કરોડનાં 693,076,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.894.13 કરોડનાં 44,258 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.446.02 કરોડનાં 23,732 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,728.73 કરોડનાં 64,155 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,507.58 કરોડનાં 113,722 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.25.48 કરોડનાં 4,176 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.118.55 કરોડનાં 1188.72 ટનનાં કામકાજ થયાં હતાં.