મીરે એસેટ મ્યુ. ફંડે સિલ્વર ETF સ્કીમ લોન્ચ કરી
મુંબઇ, 29 મેઃ મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મીરે એસેટ સિલ્વર ઇટીએફ (ચાંદીના સ્થાનિક ભાવને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઑફર (NFO) 29 મે, 2023ના રોજ ખૂલે છે અને 06 જૂન, 2023ના રોજ બંધ થશે. 12 જૂન, 2023ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ ફરીથી ખૂલશે. સ્ટોક એક્સચેન્જો એટલે કે બીએસઈ અને એનએસઈ પર ઈટીએફ યુનિટનું ફાળવણીની તારીખથી પાંચ દિવસની અંદર લિસ્ટિંગ કરવામાં આવશે. એનએફઓ દરમિયાન, રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. ઈટીએફ રોકાણકારોને ફિઝિકલ સોના અને ચાંદીમાં રોકાણ કરવાને બદલે ડિજિટલ ફોર્મેટમાં કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. કેટલેક અંશ સુધી, સોના અને ચાંદી બંને સંભવિત આર્થિક અથવા બજારની મંદીમાં તેમજ વધતા ફુગાવાના સતત સમયગાળા દરમિયાન બચાવ પૂરો પાડી શકે છે. કોમોડિટી-આધારિત ઈટીએફના એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માં છેલ્લા 3 વર્ષમાં વધારો જોવા મળ્યો છે. જેમાં એયુએમ રૂ. 10,081 કરોડથી રૂ. 24,718 કરોડ સુધી 35%ના સીએજીઆર દરે વધી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઈટીએફ આધારિત ચાંદીને મંજૂરી આપવા સાથે, વર્ષ 2022 માં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા સિલ્વર-આધારિત 8 ઈટીએફ લોન્ચ કરવામાં આવ્યા હતા જે હવે રૂ. 1,785 કરોડની એસેટ્સનું સંચાલન કરી રહ્યા છે. મીરે એસેટ સિલ્વર ઈટીએફ ને લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) સિલ્વર ડેઈલી સ્પોટ ફિક્સિંગ પ્રાઈઝના આધારે સ્થાનિક ચાંદીના ભાવના આધારે બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવશે.