મોતિલાલ ઓસ્વાલ AMCએ મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કર્યા
મુંબઈ, 21 માર્ચ 2024: મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) એ મોતિલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસવાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETFનો ઉદ્દેશ્ય રોકાણકારોને રિયલ્ટી સેક્ટરની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે અને તેનું ભારતનું પ્રથમ ETF રિયલ્ટી શેરોમાં એક્સપોઝર ઓફર કરે છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં કાર્યરત રિયલ એસ્ટેટ કંપનીઓની કામગીરીને પ્રતિબિંબિત કરવા માટે રચાયેલ છે. ઇન્ડેક્સમાં 10 કંપનીઓ સમાવિષ્ટ છે, જે નિફ્ટી 500નો એક ભાગ છે.
મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETFનો ઉદ્દેશ્ય રોકાણકારોને સ્મોલકેપ શેરોની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે. નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ ટોચની 250 કંપનીઓના પ્રદર્શનને માપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં નિફ્ટી 500 ઘટકોમાં પહેલેથી હાજર છે. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 56%ની સામે તેની ટોચની 10 હોલ્ડિંગ્સનો હિસ્સો માત્ર 14% સાથે ડાયવર્સિફાઈડ ઇન્ડેક્સ સમાવિષ્ટ છે.
બંને ETF ઓપન-એન્ડેડ ફંડ્સ છે અને 21મી માર્ચ 2024ના રોજ NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મૉલકેપ 250 ETF માટે NSE એક્સચેન્જ સિમ્બોલ અનુક્રમે MOREALTY અને MOSMALL250 છે, જેનો રોકાણકારો કોઈપણ સ્ટોકની જેમ એક્સચેન્જ પર આ ETFsની ખરીદી કરવા માટે ઉપયોગ કરી શકે છે.
મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પેસિવ ફંડના હેડ પ્રતિક ઓસવાલે જણાવ્યું હતું કે, “મોતિલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસવાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF સાથે, અમે આ વિશિષ્ટ રોકાણ કેટેગરીમાં વિશાળ તકોને અનલૉક કરવાની સાથે મબલક રિટર્ન મેળવવાની સંભાવના દર્શાવીએ છીએ. અમે માનીએ છીએ કે આ સેગમેન્ટ્સ ઉદ્યોગમાં અપાર સંભવિત અને અનન્ય રોકાણની તકો ધરાવે છે.”