અમદાવાદ, 19 ફેબ્રુઆરી: કેએડબ્લ્યુ વેલોસ મોટર્સ પ્રા. લિ. (કેવીએમપીએલ)નું ઉદ્યમ મોટોહાઉસએ કુણાલ મોટોરાડની સાથે સહભાગીદારીમાં અમદાવાદમાં તેની ત્રીજી ડીલરશિપને લૉન્ચ કરીને ભારતમાં વિસ્તરણ કરવાનું ચાલું રાખ્યું છે. તે શહેરના રાઇડરો માટે ઓસ્ટ્રિયાની પ્રીમિયમ બ્રિક્સટન મોટરસાઇકલ્સ અને ઇટાલિયન વીએલએફ ટેનિસ ઇવીને અમદાવાદમાં લઈ આવી છે.

હાઈ-પર્ફોમન્સ આપનારી બ્રિક્સટન મોટરસાઇકલ્સની રેન્જમાં ક્રોસફાયર 500એક્સ, ક્રોસફાયર 500એક્સસી, ક્રોમવેલ 1200 અને ક્રોમવેલ 1200એક્સનો સમાવેશ થાય છે. વીએલએફ ટેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરી વાહનચાલકો માટે વ્યવહારુ અને ઇકો-ફ્રેન્ડલી સોલ્યુશન પૂરું પાડે છે.

એબીએસ, એલઇડી લાઇટિંગ, બ્રેમ્બો-પાવર્ડ જે. જુઆન બ્રેક સેટઅપ, સંપૂર્ણપણે એડજેસ્ટ કરી શકાતા કેવાયબી સસ્પેન્શન વગેરે જેવી વિશેષતાઓ ધરાવે છે.સસ્ટેનેબલ મોબિલિટી માટે રચવામાં આવેલા વીએલએફ ટેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટર વજનમાં હલકી ફ્રેમ, મોટા ટાયર, કાઢી શકાય તેવી બેટરી અને 130 કિમીની રેન્જ ધરાવતા ત્રણ રાઇડિંગ મૉડ જેવી વિશેષતાઓ ધરાવે છે.

કેવીએમપીએલ – મોટોહાઉસના મેનેજિંગ ડિરેક્ટર તુષાર શેલ્કેએ જણાવ્યું હતું કે, અમદાવાદ અમારા માટે એક મહત્ત્વનું માર્કેટ છે અને અમને આશા છે કે અમે શહેરના બાઇકિંગ કલ્ચરનું અભિન્ન અંગ બની જઇશું.

પ્રીમિયમ ડીલરશિપ  અને ગ્રાહકોનો અનુભવ

બ્રિક્સટન મોટરસાઇકલ 2 વર્ષની સ્ટાન્ડર્ડ વૉરન્ટી અને 2 વર્ષની એક્સટેન્ડેડ વૉરન્ટની સાથે આવે છે.વીએલએફ ટેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટર વાહન પર 2 વર્ષની સ્ટાન્ડર્ડ વૉરન્ટી અને બેટરી પર ત્રણ વર્ષની વૉરન્ટીની સાથે

દેશવ્યાપી હાજરીનું વિસ્તરણ: મોટોહાઉસ મુંબઈ, પૂણે, ચેન્નઈ, જયપુર અને ગોવા જેવા મુખ્ય શહેરોમાં વર્ષ 2025ના મધ્ય સુધીમાં 20 નવી ડીલરશિપ ખોલવાની યોજનાની સાથે દેશમાં સક્રિયપણે તેના પદચિહ્નો વિસ્તારી રહી છે. કંપનીનું લક્ષ્ય તેના પ્રથમ વર્ષમાં 10,000 યુનિટનું વેચાણ કરવાનું છે, જેનું બૂકિંગ અને ડીલિવરીની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

કિંમત (એક્સ-શૉરૂમ, ભારત)

વીએલએફ ટેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટરઃ1,29,999*
બ્રિક્સટન ક્રોસફાયર 500એક્સ અને ક્રોસફાયર 500એક્સસીઃ4,74,100*થી શરૂ
બ્રિક્સટન ક્રોમવેલ 12007,83,999*
બ્રિક્સટન ક્રોમવેલ 1200એક્સ (લિમિટેડ એડિશન – 100 યુનિટ):9,10,600*

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)