અમદાવાદ, 8 નવેમ્બરઃ ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂપી-ડિનોમિનેટેડ બોન્ડ દ્વારા રૂ. 240 કરોડ ($2.4 બિલિયન) એકત્ર કરવા ફાઈલિંગ કર્યું હોવાનું બ્લૂમબર્ગે જણાવ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી 10,000 કરોડના સબ્સ્ક્રિપ્શન્સ જાળવી રાખવાના વિકલ્પ સાથે બોન્ડની બેઝ સાઈઝ રૂ. 100 અબજ છે. ગુરુવારે 10-વર્ષના બોન્ડની હરાજી કરવામાં આવશે અને રેટિંગ કંપનીઓ CRISIL અને CareEdge દ્વારા સ્થિર અંદાજ સાથે AAA રેટિંગ આપવામાં આવ્યું છે.

આ ટ્રાન્જેક્શન પૂર્ણ થયા પછી, રિલાયન્સ, બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા શો મુજબ, અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિ બોન્ડ વેચાણ હશે. આંકડા અનુસાર, તે 2020 પછી સમૂહનું પ્રથમ ઘરેલું બોન્ડ પણ હશે. ગત સપ્તાહે બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલમાં જણાવ્યું હતુ કે મુંબઈ સ્થિત કંપની સ્થાનિક-કરન્સી બોન્ડ વેચવાનું આયોજન કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની છે, અને તેના વ્યવસાયિક હિતોમાં પેટ્રોકેમિકલ્સ રિફાઇનિંગથી લઈને વાયરલેસ સંચાર સેવાઓ અને કન્ઝ્યુમર ગુડ્સનો સમાવેશ થાય છે. તે 5Gમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે અને ગ્રીન એનર્જી અને નાણાકીય સેવાઓ જેવા નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહ્યું છે.

Reliance Industriesનો શેર આજે 0.57 ટકા સુધારા સાથે 2337.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેની 52 વીક હાઈ સપાટી 2635.17 અને લો સપાટી 2012.14 છે.