આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકાર જાગૃતિ અભિયાન – પ્રો પોર્ટફોલિયો પ્રસ્તુત કર્યું

  •  “મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, પર એક કાફી નહીં હૈ” ટેગલાઇન સાથે અભિયાન શરૂ થયું
  • ઇક્વિટી ફંડ્સના સમન્વય પ્રો પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનું વિચારો

મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ અભિયાને બહોળો પ્રતિસાદ મળ્યાં પછી ભારતના મૂડીબજારોમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અનેકગણો વધારો થયો છે. જોકે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સનો એવો પોર્ટફોલિયો બનાવવાની જરૂર છે, જે સિંગલ ફંડ(સ)ને બદલે બજારની તમામ ચાલમાં રોકાણકારોને સારું વળતર આપી શકે. આ વિચારને આગળ વધારીને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને જાગૃત કરતું એક અભિયાન – પ્રો પોર્ટફોલિયો પ્રસ્તુત કર્યું છે, જેનો ઉદ્દેશ રોકાણકારોને બજારની વધઘટની સ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરશે એવા ફંડોના સમન્વય સાથે પોર્ટફોલિયો બનાવવાનું મહત્વ સમજાવે છે, તો દેશમાં રોકાણકારોની વધતી જરૂરિયાતો પૂરી કરવાની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે. પ્રો પોર્ટફોલિયો ફ્લેક્સિ કેપ, બેલેન્સ્ડ એડવાન્ટેજ અને લાર્જ કેપ ફંડનો સમન્વય છે, જે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા મદદરૂપ થશે.

  • લાર્જ કેપ ફંડ ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં રોકાણ કરવાની તક આપશે
  • ફ્લેક્સિ કેપ ફંડ તકો ઝડપવા અને તમામ કેટેગરીના સ્ટોકમાં રોકાણ કરવાની ફંડ મેનેજરને ફ્લેક્લિબિલિટી આપશે
  • બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ઇક્વિટી અને ડેટ વચ્ચે એસેટની ફાળવણીનું સંતુલન સ્થાપિત કરશે
  • આ ફંડોનો સમન્વય બજારના વિવિધ ચક્રો અને વધઘટના ગાળાઓમાં રોકાણકારોની મૂડીનું ધ્યાન રાખશે.

આ અભિયાન પર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ બાલાસુબ્રમનિયને કહ્યું કે, 3 ફંડો – ફ્લેક્સિ કેપ, બેલેન્સ્ડ એડવાન્ટેજ અને લાર્જ કેપના સમન્વયનો ઉદ્દેશ તેજીમાં વળતર વધારવાનો તો મંદીમાં જોખમને લઘુતમ કરવાનો રહેશે. જોખમને સંતુલિત અને વળતરને વધારીને ફંડોનો સમન્વય બજારના તમામ ચક્રોમાં સારી કામગીરી કરશે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરશે. આ અભિયાન સાથે અમે નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા રોકાણકારોને જાગૃત કરવાનો અને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ જાળવી રાખીશું. આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડના સીએમઓ અજય કકરે કહ્યું હતું કે, “અમે નાણાં સાથે જીવનને જોડીને રોકાણકારોને જાગૃતિ કરતું અભિયાન બનાવ્યું છે. જેમ જીવનમાં ચડાવઉતાર આવે છે, તેમ નાણાકીય બજારોમાં તેજીમંદી આવે છે. જીવનમાં આપણે ચડાવઉતાર સામે ટકી રહેવા મિત્રોની મદદ લઈએ છીએ. એ જ રીતે નાણાકીય બજારોની તેજીમંદીમાં ઇક્વિટી ફંડનો પોર્ટફોલિયો ધરાવવો ન જોઈએ?”