મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડએ 2 પેસિવ ફંડ્ઝ લોન્ચ કર્યા

મુંબઇ: મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC)એ 2 પેસિવ ફંડ્ઝ એટલે કે મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇન્સિયલ્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ અને મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ હેલ્થકેર ઇટીએફ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. બન્ને NFO 14 જુલાઇએ ખુલે છે અને 22 જુલાઇ 2022ના રોજ બંધ થાય છે.

મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇનાન્સિયલ્સ એક્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ

મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇનાન્શિયલ એક્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ તેના પ્રકારનું પહેલું પેસિવ ફંડ હશે. આ ઇન્ડેક્સમાં S&P બીએસઇ 250 લાર્જમિડકેપ ટોટલ રિટર્ન ઇન્ડેક્સના ટોચના 30 નોન-બેંકિંગ નાણાકીય શેરોનો સમાવેશ થશે, જેમાં મહત્તમ 15% સુધી શેર ભારાંક મર્યાદિત છે. જૂન અને ડિસેમ્બરમાં ઇન્ડેક્સ અર્ધ-વાર્ષિક રીતે પુનઃસંતુલિત થશે. હાલમાં, ઇન્ડેક્સમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, એનબીએફસી, એક્સચેન્જો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, વીમો, કાર્ડ પેમેન્ટ અને ફિનટેક વગેરેનો સમાવેશ થાય છે. S&P બીએસઇ ફાઇનાન્શિયલ એક્સ-બેંક 30 ઇન્ડેક્સે કુલ વળતરના આધારે છેલ્લા 15 વર્ષમાં S&P બીએસઇ 250 લાર્જમિડકેપ ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. ઇન્ડેક્સે 15.3% વિ. S&P બીએસઇ 250 લાર્જમિડકેપ ઇન્ડેક્સ 14%નો CAGR નોંધ્યો છે, જે બ્રોડ માર્કેટને 1% કરતા વધુ આઉટપરફોર્મ કરે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે તેજી અને રિકવરી દરમિયાન ઇન્ડેક્સ સારો દેખાવ કરે છે.

મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ હેલ્થકેર ઇટીએફ

S&P બીએસઇ હેલ્થકેર ટોટલ રિટર્ન ઇન્ડેક્સ રોકાણકારોને S&P બીએસઇ ઓલ કેપમાં સમાવિષ્ટ કંપનીઓમાં એક્સપોઝર પ્રદાન કરવા માટે રચાયેલ છે જે હેલ્થકેર સેક્ટરના સભ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં તેનું પુનર્ગઠન કરવામાં આવે છે. હાલમાં, ઇન્ડેક્સ ફાર્માસ્યુટિકલ્સ, હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક, મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરેમાં ફેલાયેલા 97 ઘટકોનો બનેલો છે. આ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ લિસ્ટેડ હેલ્થકેર વિશ્વના 99% કરતાં વધુને આવરી લે છે. S&P બીએસઇ હેલ્થકેર ટોટલ રિટર્ન ઈન્ડેક્સે 13.1% વિ. S&P બીએસઇ ઓલકેપ ઈન્ડેક્સ 10.6%નો સીએજીઆર નોંધ્યો છે, જે વ્યાપક બજારને 2% કરતા પણ વધુ આઉટપરફોર્મ કરે છે. એ જ રીતે, કેલેન્ડર વર્ષના આધારે ઇન્ડેક્સે છેલ્લા 14 કેલેન્ડર વર્ષોમાંથી 8 માટે S&P બીએસઇ ઓલકેપ ઇન્ડેક્સ વિરુદ્ધ આઉટપરફોર્મન્સ નોંધ્યું છે. આ બન્ને ફંડ્ઝના એનએફઓ દરમિયાન રોકાણકારો વઘુત્તમ રૂ. 500 અને ત્યાર બાદ રૂ. 1/-ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. મોતીલાલ ઓસ્વાલ S&P બેસઇ હેલ્થકેર ઇટીએફના એનએફઓ બાદ રોકાણકારો 1 યુનિટીની આસપાસના અને ત્યાર બાદ ગુણાંકમાં સ્કીમના યુનિટ્સની ખરીદી/વેચાણ કરી શકે છે.