43.50 કરોડ વ્યક્તિગત PAN ધારકોમાંથી માત્ર 3.36 કરોડ જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે
– USમાં 46 ટકા વસ્તી જ્યારે ચીનમાં 44 ટકા વસ્તી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે
– ભારતમાં કુલ વસ્તીમાંથી માંડ 2.5 ટકા વસ્તી જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે
– આગામી દાયકામાં ભારતમાં મ્યુ. ફંડ ઇન્વેસ્ટ કરતી વસતીમાં 10 ટકા વૃદ્ધિની ધારણા
દેશમાં વ્યક્તિગત પાનકાર્ડ ધારકોની સંખ્યા 43.50 કરોડે પહોંચી છે. પરંતુ તેમાંથી માંડ3.36 કરોડ એટલેકે માત્ર 8 ટકા પાનકાર્ડ ધારકો જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોવાનું AMFI ડેટા દર્શાવે છે. 3.36 કરોડ વ્યક્તિગત PAN ધારકોએ જૂન, 2021 સુધીમાં લગભગ 13 કરોડ MF ફોલિયો ખોલ્યા હતાં તેવું ડેટા દર્શાવે છે. એક રીતે જોવા જઇએ તે દેશની કુલ વસ્તીમાંથી માત્ર 2.5 ટકા વસ્તી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે.
ટોપ-3 મ્યુ. ફંડ ઇન્વેસ્ટરઃ દેશો
યુએસ | 46 ટકા |
ચીન | 44 ટકા |
જાપાન | 20 ટકા |
AUM to GDP રેશિયો
નાણાકીય વર્ષ 2021માં ભારતનો AUM-ટુ-GDP ગુણોત્તર 18% છે. યુએસમાં આ ગુણોત્તર 120%, કેનેડા 81% અને ફ્રાન્સ 80% છે. ભારતમાં તે છેલ્લા એક વર્ષમાં 31% એટલે કે 14% થી વધીને 18% થયો છે.
મ્યુચ્યુઅલ ફંડ AUM (કુલ બેંકિંગ ડિપોઝિટના%માં)
કુલ બેંક થાપણોની ટકાવારી તરીકે મ્યુચ્યુઅલ ફંડ AUM પણ 20%ની ટોચે પહોંચ્યું હતું. યુ.એસ.માં સૌથી વધુ MF AUM બેંક થાપણોની ટકાવારીમાં 161% છે. ચીન અને જાપાને 46% અને 29%ના દરે બેંક ડિપોઝિટમાં MF AUM સાથે યુએસ પછીના ક્રમે આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ અને માર્ગદર્શન માટે કોન્ટેક્ટ: મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ)