કોમોડિટી માર્કેટ પર રાષ્ટ્રીય સ્તરની એજ્યુકેશનલ ક્વીઝ ‘કોમક્વેસ્ટ-2023’ યોજાઈ
મુંબઈઃ એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની કોમોડિટી માર્કેટ પરની આગવી એજ્યુકેશનલ ક્વીઝ – ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સ્પર્ધામાં ભારતભરના 152 શહેરોની 400થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 6,700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 2,650 જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023 ક્વીઝનો ગ્રાન્ડ ફિનાલે મુંબઇમાં એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ખાતે યોજવામાં આવ્યો હતો.
સ્પર્ધાનાં 8 ફાઇનાલિસ્ટમાં વિનોદ ગુપ્તા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈટી ખડગપુર), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઈઆઈએફટી) કોલકાતા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઈઆઈએફટી) દિલ્હી, ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (એફએસએમ) નવી દિલ્હી, હિન્દુસ્તાન યુનિવર્સિટી (એચયુ) પાદુર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ (એનઆઈએસએમ) રાયગઢ, એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (એસપીજેઆઈએમઆર) મુંબઇ, સિમબાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (એસસીએમએચઆરડી) પૂણેનો સમાવેશ થાય છે. ફિનાલેમાં વિજેતાઓ અને ફાઇનાલિસ્ટોને સન્માનિત કરવામાં આવ્યા હોવાનું એમસીએક્સના એમડી અને સીઇઓ પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતું.