મુંબઈ, 17 ઓગસ્ટ: રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે (RJIL), આજે ઘોષણા કરી છે કે તેણે 17મી ઓગસ્ટ, 2022ના રોજ પોતાને ફાળવાયેલા સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમયાવધિ પહેલાં, દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં, 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાંના (“LSA”) પ્રત્યેકમાં રોલ-આઉટ (લાગુ કરવા)ની પોતાની લઘુતમ ફરજોને પરિપૂર્ણ કરી દીધી છે. 19મી જુલાઈ, 2023ના રોજ RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (“DoT”) સાથે ફેઝ 1ની લઘુતમ લાગુ કરવાની શરતોને પરિપૂર્ણ કરવાની દિશામાં સૂચિત વિગતોની પ્રસ્તુતિને અને 11મી ઓગસ્ટ 2023 સુધીમાં, તમામ સર્કલમાં પૂર્ણ કરવાની જરૂરી DoT ટેસ્ટિંગને પરિપૂર્ણ કરી દીધી છે. જિયો સર્વાધિક સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ ધરાવે છે. જિયો પાસે 22માંના દરેક સર્કલમાં 1000 મેગાહર્ટ્ઝનો મિલિમીટરમાં વેવ બેન્ડ (26 ગીગાહર્ટ્ઝ) પણ રહેલું છે. આ 77મા સ્વતંત્રતા દિવસે, જિયો પેન-ઈન્ડિયા એમએમવેવ-આધારિત જિયો ટ્રુ- 5જી બિઝનેસ કનેક્ટિવિટીને લાગુ કરીને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવે છે.

જિયોનું માનવું છે કે, સ્ટેન્ડઅલોન ડિપ્લોયમેન્ટને કારણે જિયોના ખરા-5જી લાભોના વધારાના લેયર સાથે એમએમવેવ સ્પેક્ટ્રમ, મહત્ત્વપૂર્ણ ડિફરેન્શીયેટર છે, જે તેને 5જી-આધારિત બિઝનેસ-કનેક્ટિવિટી પૂરી પાડવા સક્ષમ બનાવે છે જેનાથી લાખો નાના, મધ્યમ, અને મોટા સાહસોને સંબોધિત કરી શકાશે.

આ પ્રસંગે, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ઉચ્ચ-ગુણત્તાશીલ 5જી સેવાઓને ઝડપથી લાગુ કરવા સાથે, અમે 5જી સેવાઓને લાગુ કરવાની ગતિમાં ભારતને વિશ્વભરમાં અગ્રેસરતા અપાવી છે. આ સાથે અમને ફાળવાયેલા 5જી સ્પેક્ટ્રમ માટે લાગુ કરવાની લઘુતમ ફરજોને પણ અમે પરિપૂર્ણ કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં 5જી સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યા ત્યારથી, અમારી ટીમ આ વર્ષના અંત સુધીમાં પેન-ઈન્ડિયા 5જી કવરેજ લાગુ કરવા અમે વચન આપ્યું હતું તે ગતિએ 5જી લાગુ કરવાની દિશામાં ઝડપ જાળવવાનું સુનિશ્ચિત કરવા ચોવીસે કલાક કાર્યરત રહી છે. વિશ્વભરમાં આ સ્તરે આ સૌથી ઝડપી ગતિએ 5જી લાગુ કરાયું છે અને વૈશ્વિક 5જી નકશામાં ભારતને અગ્રગણ્ય સ્થાન અપાવનારું છે.