NCDEX: એગ્રી કોમોડિટીમાં નવા વર્ષની શરૂઆત ઘટાડા સાથે, મસાલા-ગવાર વાયદામાં નરમ માહોલ
મુંબઇ
તહેવારોની રજાઓ બાદ રાબેતા મુજબ થઇ રહેલા હાજર બજારો આજે ઘટ્યા મથાળે ટ્રેડ થયા હતા. આજે કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે 5960.10 ખુલી સાંજે 5888.30 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 5982 રૂપિયા ખુલી ઉંચામાં 5982 તથા નીચામાં 5982 રૂપિયા થઇ સાંજે 5982 રૂપિયા બંધ રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર 203 કરોડ, જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર 120 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એગ્રી કોમોડિટીમાં સાર્વત્રિક ઘટાડો
એનસીડેક્સ ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ 7140 રૂપિયા ખુલી 7126 રૂપિયા, દિવેલનાં ભાવ 1430 રૂપિયા ખુલી 1430 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2495 રૂપિયા ખુલી 2469 રૂપિયા, ધાણા 11332 રૂપિયા ખુલી 11002 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 4620 રૂપિયા ખુલી 4570 રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ 9030 રૂપિયા ખુલી 8902 રૂપિયા, જીરાનાં ભાવ 24280 રૂપિયા ખુલી 23860 રૂપિયા, કપાસનાં ભાવ 1535.00 રૂપિયા ખુલી 1532.0 રૂપિયા, સ્ટીલના ભાવ 48040 ખુલી 47910 રૂપિયા અને હળદરનાં ભાવ 7446 રૂપિયા ખુલી 7256 રૂપિયા બંધ રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે આજે એરંડાનાં વાયદામાં કુલ 9705 ટન, કપાસિયા ખોળમાં 30870 ટન, ધાણામાં 6255 ટન, ગુવાર ગમમાં 22560 ટન, ગુવાર સીડમા 26005 ટન, જીરામાં 3828 ટન, કપાસનાં વાયદામાં 634 ગાડી, સ્ટીલમાં 1080 ટન તથા હળદરનાં વાયદામાં 5225 ટનનાં કારોબાર થયા હતા.
આજે એનસીડેક્સ ખાતે એરંડામાં 69 કરોડ, કપાસિયા ખોળમાં 77 કરોડ, ધાણામાં 69 કરોડ, ગુવાર ગમમાં 203 કરોડ ગુવાર સીડમાં 120 કરોડ, જીરામાં 92 કરોડ, કપાસમાં 19 કરોડ, સ્ટીલમાં 5 કરોડ તથા હળદરનાં વાયદામાં 39 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે દિવસનાં કારોબારને અંતે કુલ 12107 સોદામાં કુલ 693 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા