NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ધાણા તથા જીરાનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: વાયદાની પાકતી મુદતે હાજર બજારોમાં વેચવાલી નીકળતા કારોબાર ઠંડા હતા. કૄષિ કોમોડીટીનાં ભાવ એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૪૩.૫૦ ખુલી સાંજે ૭૭૯૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૫૩ રૂ. ખુલી ઉંચામાં ૭૮૫૩ તથા નીચામાં ૭૮૫૩ રૂ. થઇ સાંજે ૭૮૫૩ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધઘટે અથડાયા હતા. આજે જીરા તથા ધાણાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૭૬ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ,ધાણા, ગુવાર સીડ, જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૭૨૬ રૂ. ખુલી ૬૬૮૬ રૂ., દિવેલનાં ભાવ ૧૪૨૬ રૂ. ખુલી ૧૪૨૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૭૨ રૂ. ખુલી ૨૮૬૧ રૂ., ધાણા ૭૧૦૪ રૂ. ખુલી ૬૮૯૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૯૦ રૂ. ખુલી ૫૭૯૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૭૨૫ રૂ. ખુલી ૧૨૭૨૫ રૂ., જીરાનાં ભાવ ૩૦૩૧૫ રૂ. ખુલી ૨૯૮૦૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૩.૦૦ રૂ. ખુલી ૧૬૧૨.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૨૪૦ ખુલી ૪૯૩૧૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૮૬૪ રૂ. ખુલી ૭૦૫૬ રૂ. બંધ રહ્યા હતા.