NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર
મુંબઇ, ૧૩ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ કોમોડિટીમાં અચાનક નીકળેલી લેવાલીનાં પગલે વાયદામાં પણ આ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે વાયદાઓમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૧૦.૦૦ ખુલી સાંજે ૭૫૯૧.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૬૪૭ રૂ. ખુલી ઉંચામાં ૭૬૪૭ તથા નીચામાં ૭૬૪૭ રૂ. થઇ સાંજે ૭૬૪૭ રૂ. બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૨૮ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૪૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ, તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૨૦ રૂ. ખુલી ૬૫૩૦ રૂ., દિવેલનાં ભાવ ૧૩૩૫ રૂ. ખુલી ૧૩૩૫ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૨૫ રૂ. ખુલી ૨૫૧૧ રૂ., ધાણા ૬૯૦૮ રૂ. ખુલી ૬૮૩૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૮૩ રૂ. ખુલી ૫૬૭૫ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૮૮ રૂ. ખુલી ૧૧૭૭૧ રૂ., જીરાનાં ભાવ ૩૦૫૭૦ રૂ. ખુલી ૩૧૦૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૬૫.૦૦ રૂ. ખુલી ૧૫૫૧.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૫૨૦ ખુલી ૫૦૧૦૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૯૦૦ રૂ. ખુલી ૬૭૭૨ રૂ. બંધ રહ્યા હતા.