કોટન-ખાંડી વાયદો રૂ.220 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલું

મુંબઈ, 13 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,667ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,078 અને નીચામાં રૂ.56,353 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.663 વધી રૂ.56,813ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.451 વધી રૂ.45,101 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.67 વધી રૂ.5,595ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,216ના ભાવે ખૂલી, રૂ.676 વધી રૂ.56,777ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,623ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,190 અને નીચામાં રૂ.63,348 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1010 વધી રૂ.63,900 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.959 વધી રૂ.64,113 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.925 વધી રૂ.64,112 બોલાઈ રહ્યો હતો.

સોના-ચાંદીમાં MCX પર 1,02,832 સોદાઓમાં કુલ રૂ.7,601.24 કરોડનાં કામકાજ થયાં હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,79,898 સોદાઓમાં કુલ રૂ.33,862.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,109.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.22,715.41 કરોડનો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.204.00 અને જસત માર્ચ વાયદો રૂ.0.75 ઘટી રૂ.259ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.752.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. 13,423 સોદાઓમાં રૂ.1,766.49 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,333 અને નીચામાં રૂ.6,169 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.78 ઘટી રૂ.6,221 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 વધી રૂ.203.80 બોલાઈ રહ્યો હતો. 39,092 સોદાઓમાં કુલ રૂ.1,730.21 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.62,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.61,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 ઘટી રૂ.61,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.10 ઘટી રૂ.1035.10 થયો હતો. 122 સોદાઓમાં રૂ.11.63 કરોડનાં કામકાજ થયા હતા.