NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર
મુંબઇ: હાજર બજારોમાં નિરસ ખરીદીનાં કારણે ચોક્કસ વાયદામાં માહોલ નરમ હતો. કૄષિ કોમોડિટી એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૦૧૬.૨૦ ખુલી ૮૧૦૨.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૮૧૦Rs. ખુલી ઉંચામાં ૬૮૧૦ તથા નીચામાં ૬૮૧૦Rs. થઇ સાંજે ૬૮૧૦Rs. બંધ રહ્યા હતા. ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા.. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૫૫ કરોડRs.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૯૮ કરોડRs.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ, સ્ટીલ તથા કપાસ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે ગુવાર ગમ, ગુવાર સીડ તથા હળદર વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડા ૭૪૮૦Rs. ખુલી ૭૪૪૦Rs., દિવેલ ૧૪૮૭Rs. ખુલી ૧૪૮૭Rs., કપાસિયા ખોળ ૨૭૬૦Rs. ખુલી ૨૭૪૯Rs., ધાણા ૯૯૦૦Rs. ખુલી ૯૭૮૨Rs. ગુવાર સીડ ૫૮૯૦Rs. ખુલી ૫૯૬૫Rs. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૫૯૮Rs. ખુલી ૧૨૮૧૩Rs., જીરા ૨૫૨૦૦Rs. ખુલી ૨૫૧૨૦Rs., કપાસ ૧૭૧૩.૦૦Rs. ખુલી ૧૬૮૮.૦Rs., સ્ટીલ ૪૫૪૫૦ ખુલી ૪૫૦૯૦Rs. અને હળદર ૭૧૫૦ Rs. ખુલી ૭૧૭૦Rs. બંધ રહ્યા હતા.