NCDEX: માથે પાકતી મુદત હોવાથી વાયદામાં ફુંકાયા લેણ
મુંબઇ: માથે પાકતી મુદત આવતી હોવાથી વાયદામાં લેણ ફૂંકાતા બજારોનીચા મથાળે ટ્રેડ થયા હતા. આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૯૫૫.૬૦ ખુલી સાંજે ૭૭૮૫.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૯૯રૂ. ખુલી ઉંચામાં ૭૯૯૯ તથા નીચામાં ૭૯૯૯રૂ. થઇ સાંજે ૭૯૯૯રૂ. બંધ રહ્યા હતા.
ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદામા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ધાણાનાં મઅમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૫૦ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૪ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૪૭૦રૂ. ખુલી ૭૪૦૬રૂ., દિવેલનાં ભાવ ૧૪૮૪રૂ. ખુલી ૧૪૮૪રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૭૫રૂ. ખુલી ૨૮૩૬રૂ., ધાણા ૮૮૦૦રૂ. ખુલી ૮૩૫૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૦૮રૂ. ખુલી ૫૮૬૦રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૬૦૦રૂ. ખુલી ૧૨૩૦૮રૂ., જીરાનાં ભાવ ૨૭૦૧૫રૂ. ખુલી ૨૬૯૮૦રૂ., કપાસનાં ભાવ ૧૬૩૬.૦૦રૂ. ખુલી ૧૬૦૧.૦રૂ., સ્ટીલના ભાવ ૪૫૪૫૦ ખુલી ૪૫૪૫૦રૂ. અને હળદરનાં ભાવ ૭૫૪૬ રૂ. ખુલી ૭૫૪૬રૂ. બંધ રહ્યા હતા.