NCDEX: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા જીરામાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૦ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદતે ખપપુરતી લેવાલી વચ્ચે અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જો કે NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૩૨૪.૭૦ ખુલી સાંજે ૭૨૬૫.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૩૪૫ રૂ. ખુલી ઉંચામાં ૭૩૪૫ તથા નીચામાં ૭૩૪૫ રૂ. થઇ સાંજે ૭૩૪૫ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા વધ્યા મથાળે તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.
આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૧૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૧૫૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ તથા હળદરના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૫૦ રૂ. ખુલી ૬૫૭૮ રૂ., દિવેલનાં ભાવ ૧૩૧૩ રૂ. ખુલી ૧૩૧૩ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૧ રૂ. ખુલી ૨૬૮૪ રૂ., ધાણા ૭૦૨૪ રૂ. ખુલી ૭૧૫૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૮૮ રૂ. ખુલી ૫૪૪૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૩૦૧ રૂ. ખુલી ૧૧૩૦૧ રૂ., જીરાનાં ભાવ ૩૩૫૫૦ રૂ. ખુલી ૩૩૮૦૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૮૦.૦૦ રૂ. ખુલી ૧૫૬૨.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૫૦૦ ખુલી ૪૯૪૧૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૭૪૦ રૂ. ખુલી ૬૭૯૪ રૂ. બંધ રહ્યા હતા.