મુંબઇ, ૨૧ એપ્રિલ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં લેવાલીનાં જુવાળ વચ્ચે  હાજર બજારોની સાથે વાયદા પણ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૮૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ઇસબગુલનાં મે-૨૩ નાં વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. જ્યારે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જીરાનાં વાયદા કારોબાર ૧૩૮ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૩૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા તથા ઇસબગુલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૪૦ રૂ. ખુલી ૬૨૬૬  રૂ., દિવેલનાં ભાવ ૧૨૭૨ રૂ. ખુલી ૧૨૭૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૦૨ રૂ. ખુલી ૨૭૨૮ રૂ., ધાણા ૬૪૦૦ રૂ. ખુલી ૬૪૬૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૯૬ રૂ. ખુલી ૫૫૯૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૩૦૦  રૂ. ખુલી ૧૧૨૭૮ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૨૫૦ રૂ. ખુલી ૨૫૫૦૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૧૩૦૦ રૂ. ખુલી ૪૦૮૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૭૮.૦૦ રૂ. ખુલી ૧૫૭૦.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૫૦ ખુલી ૪૮૧૫૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૬૨  રૂ. ખુલી ૬૭૧૨ રૂ. બંધ રહ્યા હતા.