NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ: સપ્તાહના પ્રારંભે ક્રિસમસનાં તહેવારોનાં માહોલમાં હાજર બજારોમાં આજે ખપપુરતી લેવાલીનાં કારણે બજારો અથડાયા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ બેતરફી વધઘટે બંધ રહ્યા હતા. જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૪૩.૦૦ ખુલી સાંજે ૮૦૦૬.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૪૪Rs. ખુલી ઉંચામાં ૭૮૪૪ તથા નીચામાં ૭૮૪૪Rs. થઇ સાંજે ૭૮૪૪Rs. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૯૮ કરોડRs.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૧૦ કરોડRs.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૧૦૦Rs. ખુલી ૭૦૮૪Rs., દિવેલનાં ભાવ ૧૪૬૩Rs. ખુલી ૧૪૬૩Rs., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૮૨Rs. ખુલી ૨૮૪૬Rs., ધાણા ૮૧૯૮Rs. ખુલી ૮૨૦૮Rs. ગુવાર સીડનાં ભાવ ૫૯૦૫Rs. ખુલી ૬૦૧૧Rs. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૪૦૦Rs. ખુલી ૧૨૭૧૮Rs., જીરાનાં ભાવ ૩૦૦૮૦Rs. ખુલી ૨૯૮૬૫Rs., કપાસનાં ભાવ ૧૫૮૨.૦૦Rs. ખુલી ૧૫૬૫.૦Rs., સ્ટીલના ભાવ ૪૬૯૬૦ ખુલી ૪૭૭૪૦Rs. અને હળદરનાં ભાવ ૮૪૪૦ Rs. ખુલી ૮૪૦૨Rs. બંધ રહ્યા હતા.