મુંબઇ, 29 મે: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હાજર બજારોમાં ઉછાળા જોવા મળતા વાયદામામ પણ તેજીનો કરંટ દેખાયો હતો. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા હતા. આજે એરંડા, જીરૂ તથા કપાસિયા ખોળનાં અમુક વાયદાઓમાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. જીરાનાં વાયદા કારોબાર ૧૯૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૯૬ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૫૩૦ રૂપિયા ખુલી ૫૬૦૬  રૂપિયા, દિવેલનાં ભાવ ૧૧૫૭ રૂપિયા ખુલી ૧૧૫૭ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૪૯૧ રૂપિયા ખુલી ૨૫૮૦ રૂપિયા, ધાણા ૬૩૭૦ રૂપિયા ખુલી ૬૪૨૦ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૫૪૫૪ રૂપિયા ખુલી ૫૪૮૦ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૭૧૦  રૂપિયા ખુલી ૧૦૮૦૯ રૂપિયા, ઇસબગુલનાં ભાવ ૨૪૧૦૦ રૂપિયા ખુલી ૨૪૩૦૦ રૂપિયા,  જીરાનાં ભાવ ૪૩૭૫૦ રૂપિયા ખુલી ૪૫૩૦૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૪૯૪.૦૦ રૂપિયા ખુલી ૧૫૨૪. ૦૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૫૯૩૦ ખુલી ૪૫૭૬૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૮૦૫૦  રૂપિયા ખુલી ૮૦૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.