મુંબઇ

હાજર બજારોમાં આવકોના બોજ તથા નીરસ ખરીદી વચ્ચે આજે એકંદરે કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટ્યા હતા. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. જો કે પાછલા બંધ કરતા નીચો બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  7786.20 ખુલી સાંજે 7793.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 6357 રૂપિયા ખુલી ઉંચામાં 6357 તથા નીચામાં 6357 રૂપિયા થઇ સાંજે 6357 રૂપિયા બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર 291 કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર 266 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

મસાલા ઘટ્યા મથાળે બંધ

એનસીડેક્સ ખાતે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  કપાસિયા ખોળ, કપાસ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ 7438 રૂપિયા ખુલી 7416 રૂપિયા, દિવેલનાં ભાવ 1479 રૂપિયા ખુલી 1479 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2810 રૂપિયા ખુલી 2863 રૂપિયા, ધાણા 10128 રૂપિયા ખુલી 9924 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 5856 રૂપિયા ખુલી 5827 રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ 12290 રૂપિયા ખુલી 12123 રૂપિયા, જીરાનાં ભાવ 23880 રૂપિયા ખુલી 23570 રૂપિયા, કપાસનાં ભાવ 1725.00 રૂપિયા ખુલી 1732.0 રૂપિયા, સ્ટીલના ભાવ 42880 ખુલી 43420 રૂપિયા અને હળદરનાં ભાવ 7466  રૂપિયા ખુલી 7156 રૂપિયા બંધ રહ્યા હતા. 

એરંડામાં ટ્રેન્ડ

એનસીડેક્સ ખાતે આજે એરંડાનાં વાયદામાં કુલ 7045 ટન, કપાસિયા ખોળમાં 55660 ટન, ધાણામાં 1140 ટન, ગુવાર ગમમાં 23730 ટન, ગુવાર સીડમા 45210 ટન, જીરામાં 4191 ટન, કપાસનાં વાયદામાં 788 ગાડી, સ્ટીલમાં 3520 ટન તથા હળદરનાં વાયદામાં 3460 ટનનાં કારોબાર થયા હતા.

આજે એનસીડેક્સ ખાતે એરંડામાં 52 કરોડ, કપાસિયા ખોળમાં 156 કરોડ, ધાણામાં 11 કરોડ, ગુવાર ગમમાં 291 કરોડ ગુવાર સીડમાં 266 કરોડ, જીરામાં 99 કરોડ, કપાસમાં 27 કરોડ, સ્ટીલમાં 15 કરોડ તથા હળદરનાં વાયદામાં 25 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે  દિવસનાં કારોબારને અંતે કુલ 18096 સોદામાં કુલ 944 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા