NCDEX: ગુવારેક્સમાં સુધારો, કપાસિયા ખોળમાં ઉંચા વેપાર
હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં અમુક ચોક્કસ વાયદામાં લવેાલી જોવા મળી હતી. જેના કારણે કૄષિ કોમોડિટીમાં આજે ગરમી જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૨.૧૦ ખુલી સાંજે ૭૭૬૧.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૩૮ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૦૪ તથા નીચામાં ૭૭૧૭ રૂપિયા થઇ સાંજે ૭૮૦૭ રૂપિયા બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૧૦૯ સોદા સાથે કુલ ૮ કરોડ રુપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૩૩૩ રહ્યા હતા. આજે ઓપ્શનનાં સોદામાં કુલ ૧૨ કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા.
એનસીડેક્સ ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૭૧ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે કપાસિયા ખોળના વાયદા ૧૯૦ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરુ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૨૪૦ રૂપિયા ખુલી ૭૨૬૮ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૭૦ રૂપિયા ખુલી ૧૪૯૦ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૯૧૬ રૂપિયા ખુલી ૨૯૦૧ રૂપિયા, ધાણા ૧૧૩૧૮ રૂપિયા ખુલી ૧૧૫૦૨ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૫૯૪૧ રૂપિયા ખુલી ૬૦૧૬ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૩૪૮ રૂપિયા ખુલી ૧૧૪૯૨ રૂપિયા, જીરાનાં ભાવ ૨૦૭૪૫ રૂપિયા ખુલી ૨૧૦૨૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૭૯૫.૦૦ રૂપિયા ખુલી ૧૭૮૯.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૫૩૬૦૦ ખુલી ૫૩૧૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૮૦૮૮ રૂપિયા ખુલી ૮૩૩૪ રૂપિયા બંધ રહ્યા હતા.