ઉંચા મથાળે ખરીદીમાં રાહ અને ડિલીવરી પતાવવા હાજર બજારોમાં ખપ પુરતી લેવાલીનાં કારણે બુધવારે કૄષિ કોમોડિટીમાં બેતરફી કારોબાર જોવા મળ્યો હતો. જો કે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઉંચા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૫૪૧.૫૦ ખુલી સાંજે ૮૭૨૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૧૫  ખુલી ઉંચામાં ૮૮૧૦ તથા નીચામાં ૮૫૫૭ થઇ સાંજે ૮૭૪૯  બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૬૬ સોદા સાથે કુલ છ કરોડ રૂ.ના વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૧૧૧ રહ્યા હતા.  આજે ઓપ્શનનાં સોદામાં કુલ ૨૦ કરોડના કારોબાર થયા હતા. ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે  ધાણાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૪૬૭ કરોડના વેપાર સાથે જ્યારે ગુવાર ગમના વાયદા ૪૨૧ કરોડના વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, જીરૂ, સ્ટીલ તથા હળદરના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૧૯૦  ખુલી ૭૧૨૪, દિવેલનાં ભાવ ૧૪૪૫  ખુલી ૧૪૩૭, કપાસિયા ખોળનાં ભાવ ૩૧૭૪  ખુલી ૩૧૩૧, ધાણા ૧૨૭૬૦  ખુલી ૧૨૯૨૦  ગુવાર સીડનાં ભાવ ૬૫૪૩  ખુલી ૬૬૪૨  બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૮૦૦  ખુલી ૧૩૨૦૫, જીરાનાં ભાવ ૨૨૯૭૫  ખુલી ૨૨૭૯૦, કપાસનાં ભાવ ૨૧૮૬.૦૦  ખુલી ૨૨૨૦.૦, સ્ટીલના ભાવ ૫૭૬૩૦ ખુલી ૫૬૫૦૦  અને હળદરનાં ભાવ ૯૬૨૦  ખુલી ૯૪૭૮  બંધ રહ્યા હતા. એરંડાનાં વાયદામાં કુલ ૧૩૩૦૫ ટન, દિવેલનાં વાયદામાં ૧૪ ટન, કપાસિયા ખોળમાં ૭૭૦૮૦ ટન, ધાણામાં ૧૬૯૩૦ ટન, ગુવાર ગમમાં ૩૧૬૭૦ ટન, ગુવાર સીડમા ૬૯૫૭૫ ટન, જીરામાં ૮૩૯૧ ટન, કપાસનાં વાયદામાં ૭૬૩ ગાડી, સ્ટીલનાં વાયદામાં ૧૧૦ ટન, તથા હળદરનાં વાયદામાં ૬૮૯૦ ટનનાં કારોબાર થયા હતા. એરંડામાં ૯૬ કરોડ, દિવેલમાં ૧ કરોડ, કપાસિયા ખોળમાં ૨૪૩ કરોડ, ધાણામાં ૨૧૯ કરોડ, ગુવાર ગમમાં ૪૨૧ કરોડ ગુવાર સીડમાં ૪૬૭ કરોડ, જીરામાં ૧૯૪ કરોડ, કપાસમાં ૩૪ કરોડ, સ્ટીલમાં ૧ કરોડ તથા હળદરનાં વાયદામાં ૬૬ કરોડનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ ૨૭૬૯૩ સોદામાં કુલ ૧૭૪૫ કરોડનાં વેપાર થયા હતા.