Netweb Technologiesનો IPO 90 ટકા પ્રિમિયમે લિસ્ટેડ!
ઇશ્યૂ પ્રાઇસ | 500 |
ખૂલ્યો | 942.50 |
વધી | 953.00 |
ઘટી | 875.00 |
બંધ | 910.50 |
સુધારો | રૂ. 410.50 |
સુધારો | 82.10 ટકા |
અમદાવાદ, 27 જુલાઇઃ Netweb Technologiesનો આઈપીઓ આજે રૂ. 500ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 942.50ના મથાળે ખૂલવા સાથે રોકાણકારોને શેરદીઠ રૂ. 410.50ની કમાણી પ્રથમ દિવસે જ જોવા મળી હતી. એટલું જ નહિં, માત્ર આઠ દિવસમાં નેટવેબ ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણકારને 82 ટકા નફો થયો છે. Netweb Technologies એ એકીકૃત ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાઓ સાથે ઉચ્ચ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ કંપની છે. નેટવેબ ટેક્નોલજીસે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 631 કરોડ એકત્ર કર્યા હતા. જેની લોટ સાઈઝ 30 શેર્સ હતી. તે જોતાં લોટ દીઠ રૂ. 12315નો પ્રોફીટ જોવા મળ્યો છે.
નેટવેબ ટેક્નોલોજીસના આઈપીઓને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ રોકાણકારોએ 19.48 ગણી અરજી કરી હતી. જ્યારે ક્યુઆઈબીએ સૌથી વધુ 220.69 ગણો સબ્સ્ક્રાઈબ્ડ કર્યો હતો. એનઆઈઆઈ 83.21 ગણો ભરાયો હતો. એમ્પ્લોયી પોર્શન પણ 55.92 ટકા ભરણા સાથે કુલ 90.55 ગણો ભરાયો હતો. નિષ્ણાતોએ લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ જાળવી રાખવા સલાહ આપી છે. જેમાં વધુ તેજી થવાનો સંકેત છે. એક્વિરસ કેપિટલ અને IIFL સિક્યોરિટીઝ નેટવેબ ટેક્નોલોજીસ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર હતા. લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ઈશ્યૂના રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું હતું.