IPO: નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો REIT ફુલ્લી 5.45 ગણો ભરાયો, જાણો ક્યારે થશે શેર એલોટમેન્ટ
અમદાવાદ, 11 મેઃ બ્લેકસ્ટોન સમર્થિત રિટેલ REIT નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઈપીઓ અંતિમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રૂ. 3200 કરોડના REIT માટે ક્યુઆઈબીએ 4.81 ગણી એપ્લિકેશન્સ કરી હતી. જ્યારે અન્ય કેટેગરીમાં 6.23 ગણો ભરાયો હતો. અંતે નેક્સસ સિલેક્ટનો આઈપીઓ કુલ 5.45 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો REITમાં સ્થિર રિટર્ન મેળવવાના હેતુ સાથે રોકાણકારોએ આવકાર્યો હતો. જેના શેર એલોટમેન્ટ 16 મે અને લિસ્ટિંગ 19 મેના રોજ થશે. ગ્રે માર્કેટમાં નેક્સસ સિલેક્ટના આઈપીઓ માટે સ્થિર રૂ. 5 પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. કંપની રૂ. 95-100ની પ્રાઈસ બેન્ડના આધારે રૂ. 3200 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે.
REIT સબ્સ્ક્રિપ્શન એટ એ ગ્લાન્સ
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
ક્યુઆઈબી | 4.81 |
અન્ય | 6.23 |
કુલ | 5.45 |
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલાં 20 એન્કર ઈન્વેસ્ટર્સને 14,39,99,850 યુનિટ્સ ફાળવીને રૂ. 1,439.99 કરોડ એકત્રિત કરવામાં સફળ રહી હતી.