નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી

અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં 58419 પોઇન્ટની ઇન્ટ્રા-વીક ટોચ નોંધાવી હતી. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1334 પોઇન્ટની વધઘટ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટાડામાં શુક્રવારે 57527 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે એક દિવસીય 398.18 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 463 પોઇન્ટ નરમ રહ્યો હતો.

સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 463 પોઇન્ટનો ઘટાડો

DateOpenHighLowClose
17/03/202358,038.1758,178.9457,503.9057,989.90
20/03/202357,773.5557,829.2357,084.9157,628.95
21/03/202357,963.2758,133.3357,730.0958,074.68
22/03/202358,245.2658,418.7858,063.5058,214.59
23/03/202358,061.4158,396.1757,838.8557,925.28
24/03/202357,890.6658,066.4057,422.9857,527.10

શુક્રવારે BSE સેન્સેક્સ 58,066.40 57,422.98 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 398.18 પોઈન્ટ્સ ઘટીને 57,527.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,109.45 અને 16,917.35 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 141.95 પોઈન્ટ્સના ધોવાણ સાથે 17000 પોઇન્ટની સાયકોલોજીકલ સપાટી તોડી 16,934.95 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

શૂક્રવારે માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહ્યા

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30524
બીએસઇ36309672541

મેટલ, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી, ટેલિકોમમાં ઘટાડાની ચાલ

મેટલ, કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, ટેલીકોમ, ફાઈનાન્શિયલ, ફાર્મા અને એફએમસીજી સેક્ટોરલ્સમાં વિશેષ ઘટાડાની ચાલ જોવા મળી હતી. એટલુંજ નહિં, તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.25 ટકા અને 1.37 ટકા ઘટીને બંધ રહ્યા હતા.