સપ્તાહની શરૂઆત આશાવાદના ટોને થઇ છે. સોમવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ જો અને તો મુજબ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15850 પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શીને બાઉન્સબેક આપ્યું છે. ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ અનુસાર નિફ્ટીએ હાયર ટોપ હાયર બોટમ દર્શાવવા સાથે 15850નું લેવલ દર્શાવીને સુધારાના સંકેત આપ્યા છે. જેમાં નિફ્ટી 16000 પોઇન્ટ થઇ શકે. ત્યારબાદ 16200 સુધી સુધારાને અવકાશ છે. દરમિયાનમાં નિફ્ટીની ઇન્ટ્રા-ડે રેન્જ 15600- 15850 વચ્ચેની સમજીને સ્ટ્રેટેજી ગોઠવવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. નીચામાં નિફ્ટી માટે 15400- 15350નો સપોર્ટ ધ્યાને રાખવો.

BANK NIFTY OUTLOK: SUPPORT 33645- 33349, RESISTANCE 34108- 34275

બેન્ક નિફ્ટીએ પણ સ્ટ્રોંગ નોટ સાથે સપ્તાહની શરૂઆત નોંધાવી છે. જેમાં 16 દિવસનો હાઇ આપીને ઇન્ડેક્સે નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યો છે. પીએસયુ અને પ્રાઇવેટ બેન્કિંગ શેર્સમાં સુધારો નોંધાવા સાથે હાલમાં ડેઇલી ચાર્ટના ટેકનિકલ્સ સૂચવે  કે, માર્કેટ ધીરે ધીરે ઓવરસોલ્ડમાંથી બોટ કન્ડિશનમાં આવી રહ્યું છે. ઇન્ટ્રા ડે ટ્રેડ દરમિયાન બેન્ક નિફ્ટી માટે 33645- 33349 પોઇન્ટ ટેકાની સપાટી અ 34108- 34275 રેઝિસ્ટન્સ મુજબ ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

(ખાસ નોંધઃ વાચકમિત્રોએ પુરતાં અભ્યાસ અને અનુભવી નિષ્ણાતની સલાહના આધારે જ નિર્ણય લેવો. અત્રે માત્ર આપની જાણકારી માટે માહિતી આપવામાં આવી છે.

MARKET LENS AT A GLANCE

NIFTY15835BANK NIFTY33941IN FOCUS 
S-115714S-133645STOCK IN FOCUSESCORTS
S-215593S-233349INTRADAY PICKADANI PORT
R-115905R-134108INTRADAY PICKHCLTECH
R-215974R-234275INTRADAY PICKM&M