NIFTY OUTLOOK: SUPPORT 18118- 18038, RESISTANCE 18246- 18295
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સારી રહી છે. નિફ્ટીએ ફરી 18200ના સબલેવલને ક્રોસ કરવાની કોશિશ કરી છે. છેલ્લે 92 પોઇન્ટના સુધારા સાથે 18197 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. કેશ સેગ્મેન્ટમાં વધેલા વોલ્યૂમ્સ અને વેલ્યૂ તેમજ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ સુધારા માટેનો સંકેત આપી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર બેરિશ રિવર્સલ પેટર્ન- ડાર્ક ક્લાઉડ કવરની રચના સાથે શરૂઆતી ઘટાડાને કવર કર્યો છે. મિડિયમ ટર્મ માટે નેગેટિવ રહેલાં ઇન્ડિકેટર્સ શોર્ટ ટર્મ માટે પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. જેમાં નિફ્ટી 18450- 18500 પોઇન્ટ સુધી સુધરી શકે છે. નીચામાં 18000 પોઇન્ટના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
NIFTY | 18197 | BANK NIFTY | 43203 | IN FOCUS |
S-1 | 18118 | S-1 | 42982 | ASHOKLEY (B) |
S-2 | 18038 | S-2 | 42762 | SBILIF (B) |
R-1 | 18246 | R-1 | 43403 | UPL (B) |
R-2 | 18295 | R-2 | 43604 | BIOCON (B) |
BANK NIFTY: SUPPORT 42982- 42762, RESISTANCE 43403- 43604
સોમવારે ડલ શરૂઆત પછી માર્કેટમાં સુધારાની શરૂઆતમાં 217 પોઇન્ટની આગેકૂચ નોંધાવી બેન્ક નિફ્ટી 43203 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. 20 દિવસીય ઇએમએને રિસ્પેક્ટ આપવા સાથે બેન્ક નિફ્ટી ચાર્ટમાં 43000- 43150ની રેન્જમાં સેટલ થઇ રહ્યો છે. ઉપરમાં બેન્ક નિફ્ટીને 43500નું હર્ડલ નડી રહ્યું છે. તે ક્રોસ થાય તો ઝડપથી 43850- 44000- 44150 પોઇન્ટની સપાટી સુધી સુધારાના ચાન્સિસ ગણાવી શકાય. નીચામાં 42982- 42762 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)