અમદાવાદ, 8 ઓગસ્ટઃ ઉત્તર અમેરિકા અને યુરોપમાં ફોર્ચ્યુન 1000 અને ગ્લોબલ 500 કોર્પોરેશનોને મેનેજ્ડ ટ્રેનિંગ સર્વિસ ઓફર કરતી NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડે (NIIT એમટીએસ) BSE અને NSE પર તેના લિસ્ટિંગ દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં તેનો પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે રાજેન્દ્ર સિંહ પવાર (NIITના સહ-સ્થાપક અને અધ્યક્ષ, NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ), વિજય કે. થડાની (NIITના સહ-સ્થાપક અને વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ), પી રાજેન્દ્રન (સહ-સ્થાપક અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, NIIT લિમિટેડ) અને સપનેશ લલ્લા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ)ની હાજર રહ્યા હતા. લિસ્ટિંગ સેરેમનીમાં મેનેજમેન્ટ ટીમ, અગ્રણી ગ્રાહકો, રોકાણકારો, શુભેચ્છકો અને કંપનીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. NIIT એમટીએસ, NIITના કોર્પોરેટ લર્નિંગ બિઝનેસ (સીએલજી)નું સંચાલન કરે છે જે કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેન્જમેન્ટની મંજૂરીના આધારે NIIT લિમિટેડમાંથી NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડમાં ડિમર્જ થઈ ગઈ છે. ડિમર્જર 24 મે, 2023ની તારીખથી વિવિધ હિતધારકો અને એનસીએલટીની મંજૂરી પછી અમલી બન્યું હતું. ડિમર્જરના પરિણામે NIIT લિમિટેડના દરેક શેરધારકને તેમની પાસે NIIT લિમિટેડના દરેક શેર માટે NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડનો એક શેર ફાળવવામાં આવ્યો છે.