NSEએ 2024માં વિશ્વભરમાં પ્રાયમરી માર્કેટમાં સર્વોચ્ચ ઇક્વિટી કેપિટલ એકત્રિત કર્યાનો વિક્રમી માઇલસ્ટોન હાંસલ કર્યો
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને એસએમઈ (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવ્યાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે.
એનએસઇએ એશિયામાં સૌથી વધુ સંખ્યામાં IPOનો વિક્રમ સ્થાપ્યો
| 1145 | આઇપીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયા |
| 268 | આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નોંધાયા |
| 1.67 | લાખ કરોડનું ફંડ એકત્ર કરાયું એનએસઇ ખાતે |
| 3.3 | અબજ ડોલરનો સૌથી મોટો આઇપીઓ રહ્યો હ્યુન્ડાઇનો |
| 90 | કંપનીઓ મેઇન બોર્ડ પર લિસ્ટ |
| 178 | એસએમઈએ રૂ. 7,349 કરોડ એકત્રિત કર્યા |
કેલેન્ડર વર્ષ 2024માં વિશ્વભરમાં કુલ 1,145 IPO ભરાયા હતા જેની સામે ગત વર્ષે 2023માં આ સંખ્યા 1,271 હતી. ભારતે આ મામલે નેતૃત્વ સંભાળ્યું હતું જેમાં એનએસઈ પર 268 કંપનીઓ IPO લાવી હતી અને રૂ. 1.67 લાખ કરોડ (19.5 અબજ ડોલર)નું ફંડ એકત્રિત કર્યું હતું (ભારતમાં સૌથી મોટા અને વિશ્વભરમાં બીજા ક્રમના સૌથી મોટા 3.3 અબજ ડોલરના હ્યુંડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડના IPO સહિત). આમાં મેઇન બોર્ડ અને એસએમઈ લિસ્ટિંગનો સમાવેશ થાય છે જેમાં 90 કંપનીઓ (REiTS, InVITS અને એફપીઓ સિવાય) મેઇન બોર્ડ પર લિસ્ટ થઈ હતી અને રૂ. 1.59 લાખ કરોડ (18.57 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા જ્યારે 178 એસએમઈએ રૂ. 7,349 કરોડ (0.86 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા. આ નાણાંકીય પ્રવૃત્તિમાં વધારો વિકાસ માટે જાહેર મૂડી ઇચ્છતી કંપનીઓમાં રહેલો ટ્રેન્ડ અને રોકાણકારોના મજબૂત રસને દર્શાવે છે.
એશિયાઇ શેરજારોની સરખામણીમાં એનએસઇની કામગીરી
| દેશ | એક્સચેન્જ | કુલ IPO |
| ભારત | NSE | 268 |
| જાપાન | જાપાન એક્સચેન્જ ગ્રુપ | 93 |
| હોંગ કોંગ | હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ | 66 |
| ચીન | શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ | 101 |
| દેશ | એક્સચેન્જ | કુલ એકત્રિત રકમ (અબજ ડોલર) (અંદાજિત) |
| ભારત | NSE | 19.5* |
| યુએસએ | નાસ્ડેક | 16.5 |
| યુએસએ | એનવાયએસઈ | 15.9 |
| હોંગ કોંગ | હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ | 10.4 |
| ચીન | શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ | 8.8 |

એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર (સીબીડીઓ) શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે વાસ્તવમાં ડેટા સૂચવે છે કે એનએસઈએ એકલા હાથે જ એશિયામાં અન્ય ટોચના એક્સચેન્જ કરતાં વધુ સંખ્યામાં IPO હાથ ધર્યા હતા જે જાપાન (જાપાન એક્સચેન્જ ગ્રુપ), હોંગ કોંગ (હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જ) અને ચીન (શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ)ના શેરબજારોએ સાથે મળીને હાથ ધરેલા IPO કરતાં વધુ હતા. આ ઉપરાંત એનએસઈએ કેલેન્ડર વર્ષ 2024માં IPO થકી 17.3 અબજ ડોલરનું સૌથી વધુ ફંડ એકત્રિત કરવામાં ભૂમિકા ભજવી હતી જેની સામે એનવાયએસઈએ 15.9 અબજ ડોલર અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે 8.8 અબજ ડોલરનું ફંડ મેળવવામાં ભૂમિકા ભજવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
