મુબઇ, 29 ઓગસ્ટઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) ખાતે 29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ કરન્સી સ્પોટ રેટ યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી ઉપર ફ્યુચર્સના લોંચ સાથે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ લોંચ કર્યું હતું. ટ્રેડિંગના પ્રથમ દિવસે રૂ. 291 કરોડના મૂલ્યના 65,798 કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ થયું હતું, જેમાં બેંકો સહિત 150 ટ્રેડિંગ સદસ્યોએ ભાગ લીધો હતો. એક્સચેન્જ ઉપર 15 વર્ષની સફરમાં રૂ. 609 ટ્રિલિયનના મૂલ્યના લગભગ 20 બિલિયન કોન્ટ્રાક્ટ્સના વ્યવહારો થયાં છે. છેલ્લાં 10 વર્ષમાં ટ્રેડેડ કોન્ટ્રાક્ટ્સની સંખ્યામાં 7 ગણો વધારો થયો છે, જેમાં સરેરાશ દૈનિક કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ નાણાકીય વર્ષ 2014ના 2.7 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2023માં 19.2 મિલિયન થયું છે. આ સમયગાળામાં ટર્નઓવર 3.4 ગણુ વધ્યું છે, જેમાં નાણાકીય વર્ષ 2014માં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 120 બિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 414 બિલિયન થયું છે.

હવે એનએસઇ સાત કરન્સી પેર્સ ઉપર કરન્સી ફ્યુચર્સ અને કરન્સી ઓપ્શન્સ ઓફર કરે છે, જેમકે ચાર ઇન્ડિયન રૂપી પેર્સ – યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી (USDINR), યુરો – ઇન્ડિયન રૂપી (EURINR), જાપાનીઝ યેન – ઇન્ડિયન રૂપી (JPYINR), પાઉન્ડ સ્ટર્લિંગ – ઇન્ડિયન રૂપી (GBPINR) અને ત્રણ USD પેર્સ- યુરો – યુએસ ડોલર (EURUSD) પાઉન્ડ સ્ટર્લિંગ – યુએસ ડોલર (GBPUSD) અને યુએસ ડોલર – જાપાનીઝ યેન (USDJPY).

કરન્સી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં બેંકો અને 4.7 લાખ ક્લાયન્ટ્સ સહિત 425થી વધુ ટ્રેડિંગ મેમ્બર્સે ભાગ લીધો છે. USDINR કરન્સી પેર એક્સચેન્જ ઉપર સર્વોચ્ચ ટ્રેડેડ કરન્સી છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં તેનું ટર્નઓવર ઘટીને 80 ટકા નીચે રહ્યું છે.

ડેરિવેટિવ્ઝ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઇએ)  દ્વારા પ્રકાશિત આંકડાઓ મૂજબ એનએસઇ ઉપર USDINR ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ તથા USDINR ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ કેલેન્ડર વર્ષ 2022માં ટ્રેડેડ કોન્ટાક્ટ્સને આધારે તેની કેટેગરીમાં વિશ્વમાં સૌથી મોટા કોન્ટ્રાક્ટ્સ છે.