મુંબઇ, તા. ૩૧ મે ૨૦૨૩: પશ્ચિમ ભારતમાં ઉઘાડ નીકળ્યા બાદ કારોબાર રાબેતા મુજબ થતા હાજર બજારોમાં આવકો વચ્ચે કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  જેથી વાયદામા પણ સુસ્તી જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવારગમનાં વાયદા કારોબાર ૨૩૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૭૪ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ ગુવારસીડ, ઇસબગુલ,  જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૫૩૧ રૂ. ખુલી ૫૩૬૬ રૂ., દિવેલનાં ભાવ ૧૧૩૬ રૂ. ખુલી ૧૧૩૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૮૦ રૂ. ખુલી ૨૫૫૭ રૂ., ધાણા ૬૪૨૦ રૂ. ખુલી ૬૩૯૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૪૦ રૂ. ખુલી ૫૫૦૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૧૦૦  રૂ. ખુલી ૧૦૯૦૮ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૧૫૦ રૂ. ખુલી ૨૪૧૫૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૪૭૦૫ રૂ. ખુલી ૪૪૫૩૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૧૬.૦૦ રૂ. ખુલી ૧૫૧૬. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૧૫૦ ખુલી ૪૬૧૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૮૮૨  રૂ. ખુલી ૭૯૭૪ રૂ. બંધ રહ્યા હતા.