મંગળવારે નિફ્ટી-50 એક તબક્કે 17700 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના કારણે 17487 થઇ છેલ્લે 83 પોઇન્ટના કટ સાથે 17522 બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે ટ્રેન્ડ જોકે સેક્ટોરલ્સમાં પણ મિક્સ રહ્યો છે. 4 માસની ટોચે પહોંચેલો નિફ્ટી-50 હાયર સાઇડમાં હર્ડલ્સ અનુભવી રહ્યો છે. એફએન્ડઓ ઓગસ્ટ સિરિઝ3.5 ટકા અપ બંધ રહી છે. શોર્ટરન માટેના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટટ્રેન્ડ મંદીવાળાઓની તરફેણ કરે છે. ઉપરમાં નિફ્ટી 17700ના લેવલ ઉપર રેઝિસ્ટન્સ અનુભવી રહ્યો છે. શુક્રવારના ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સપોર્ટ 17431 અને 17340 પોઇન્ટ્સ જ્યારે રેઝિસ્ટન્સ 17670- 17818 પોઇન્ટ આસપાસ મૂકી શકાય.

Nifty17522bank nifty38951in focus
s-117431s-138679crompton
s-217340s-238407dr. reddy
r-117670r-139347bajfinance
r-217818r-239743ultracem.

BANK NIFTY OUTLOOK: SUPPORT 38679- 38407, RESISTANCE 39347- 39743.

ઓગસ્ટ સિરિઝમાં બેન્ક નિફ્ટીએ 39759 પોઇન્ટની ચાર માસની ટોચ નોંધાવવા સાથે 4.2 ટકા સુધારાની ચાલ જાળવી રાખી છે. જે દર્શાવે છે કે બેન્ક નિફ્ટીએ નિફ્ટી-50ને પણ આઉટ પરફોર્મ કર્યું છે. શુક્રવારના ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ માટે ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે 38679- 38407 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટીઓ જ્યારે 39347- 39743 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરીકે વર્તી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Market outlook by: Reliance securities