એન્કર ઈન્વેસ્ટર્સ અને ઈન્શિયલ ઈન્વેસ્ટર્સની આઈપીઓ લોક-ઈન પિરિયડ પૂર્ણ થતાની સાથે મોટાપાયે વેચવાલી શરૂ

મુંબઇઃ ડિજિટલ પેમેન્ટ એપ Paytmની પેરેન્ટ કંપની One 97 Communications Limitedનો શેર મંગળવારે વધુ 10 ટકાના કડાકા સાથે રૂ. 500ની સપાટી તોડી બપોરે 12.30 કલાકો રૂ. 481 આસપાસના તળિયે બેસી ગયો હતો. એટલું જ નહિં ઐતિહાસિક બોટમ લેવલ પણ તોડી 477ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે સોમવારના 536.20 બંધ સાથે આજે નજીવા સુધારા સાથે 537માં ખૂલ્યા બાદ સતત ઘટી 476.65ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઈઝ 2150 સામે 78 ટકા ઘટાડો દર્શાવે છે.

ગયા અઠવાડિયેજાપાનના સોફ્ટબેન્ક ગ્રૂપે પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સમાં બલ્ક ડીલ દ્વારા 4.5 ટકા હિસ્સો વેચ્યો હતો. Paytmના પ્રિ-IPO રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઇન સમયગાળો સમાપ્ત થતાં શેરમાં વેચવાલી વધી છે.

ડિજિટલ પેમેન્ટ એપ Paytm એ IPO દ્વારા કુલ રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા છે. આ IPOને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. જોકે, કંપનીનું લિસ્ટિંગ નિરાશાજનક હતું અને Paytmની પેરેન્ટિંગ કંપનીના શેર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા. ત્યારથી આ સ્ટૉકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલટાઈમ હાઈ રૂ. 1873.70 પણ ઈશ્યૂ પ્રાઈઝ 2150 કરતાં નીચો છે.