અમદાવાદ, 14 જૂનઃ પેન્ટાગોન રબરે તેના ઇનિશિયલ પબ્લિક ઓફર માટે NSE ઇમર્જ પ્લેટફોર્મને DRHP પણ ફાઇલ કર્યું છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે અને લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. DRHP ફાઇલિંગ અનુસાર, કંપનીની કુલ આવક FY22 માટે 35.12 કરોડ રૂપિયા અને H1FY23 માટે 21.06 કરોડ રૂપિયા રહી છે.

FY22 અને H1FY23 માટેનો EBIDTA અનુક્રમે 4.29 કરોડ રૂપિયા અને 2.55 કરોડ રૂપિયા હતો. FY22 માટે PAT 3.09 કરોડ રૂપિયા અને H1FY23 માટે 1.41 કરોડ રૂપિયા નોંધાયો છે. કંપનીની હાલની ક્ષમતા 240,000 મીટર છે, જે તેના ચાલુ વિસ્તરણ બાદ ડિસેમ્બર 2023 સુધીમાં વધીને 600,000 મીટર થશે. ઉત્પાદન ક્ષમતામાં 2.5 ગણી વૃદ્ધિ, જે ડિસેમ્બર 2023 સુધીમાં કાર્યરત થશે – જે અર્થવ્યવસ્થાને સારા પરિપેક્ષ્ય તરફ દોરી જશે મોહાલી ખાતે હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ માર્ચ 2023માં NSE ઇમર્જમાં  DRHP ફાઇલ કર્યું હતું. 

કંપનીની સ્થાપના 2004માં કરવામાં આવી હતી, અને તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પંજાબમાં ડેરા બસ્સી (ચંદીગઢ શહેરથી 25 KMS) ખાતે આવેલું છે. પેન્ટાગોન રબર ભારતની સૌથી લાંબી કન્વેયર બેલ્ટિંગ પ્રેસ ધરાવે છે, જેની ઉત્પાદન ક્ષમતા એક જ સ્ટ્રોકમાં 21 મીટર છે. આ ટેક્નોલોજી કંપનીને 3150KN/m સુધી કન્વેયર રબર બેલ્ટિંગનું ઉત્પાદન કરવાની મંજૂરી આપે છે, જે તેને ભારતમાં ટોચના ઉત્પાદકો પૈકીની એક બનાવે છે.