અમદાવાદ, 2 એપ્રિલઃ નાણાંકીય વર્ષ 2024 માટે કામગીરીથી આવકની બાબતે ભારતમાં ચોથા ક્રમની સૌથી મોટી સોલર ઈપીસી કંપની (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.  

પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ (“equity shares”) આઈપીઓ રૂ. 7,000 મિલિયન સુધીના મૂલ્યનો હશે.

આ ઓફરમાં રૂ. 3,500 મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ફ્રેશ ઇશ્યૂ (the “fresh issue”) તથા રૂ. 3,500 મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુની વેચાણ માટેની ઓફર (the “offer for sale”)નો સમાવેશ થાય છે જેમાં શોભિત બૈજનાથ રાય દ્વારા રૂ. 1,685 મિલિયન અને મનન હિતેન્દ્રકુમાર ઠક્કર દ્વારા રૂ. 1,685 મિલિયન સુધીની (the “promoter selling shareholders”) તથા એએઆર ઇએમ વેન્ચર્સ એલએલપી દ્વારા રૂ. 30 મિલિયન સુધીની, ભાવેશકુમાર બચુભાઈ મહેતા દ્વારા રૂ. 20 મિલિયન સુધીની, જયા ચંદ્રકાંત ગોગરી દ્વારા રૂ. 60 મિલિયન સુધીની અને મનોજ મૂળજી છેડા (the “investor selling shareholders”) (the promoter selling shareholders along with the investor selling shareholders, the “selling shareholders” and such equity shares, the “offered shares”) દ્વારા રૂ. 20 મિલિયન સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ઓફરમાંથી મળનારી કુલ રકમનો કંપનીના લાંબા ગાળાની કાર્યશીલ મૂડી ખર્ચને ભંડોળ આપવા, ચોક્કસ ઋણની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી કે પુનઃચૂકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

2013માં તેની સ્થાપનાથી 30 સપ્ટેમ્બર, 2024 સુધી, પ્રોઝીલ ગ્રીન એનર્જીએ ભારતના 17 રાજ્યો અને એક વિદેશી સ્થળે (નેપાળ) 125 ગ્રાહકો માટે 783.98 MWp ની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 182 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.

30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં તેની ઓર્ડર બુક, જે ઈપીસી કોન્ટ્રાક્ટ હેઠળ ચૂકવવાપાત્ર રકમમાંથી  આ કોન્ટ્રાક્ટ્સમાંથી પહેલાથી જ માન્યતા પ્રાપ્ત આવક બાદ કરતાં જે રકમ આવે તે હેઠળ રૂ. 22,209.22 મિલિયન હતી, જેમાંથી રૂ. 22,093.04 મિલિયન અથવા 99.48 ટકા ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)