એક વર્ષમાં 11 PSU બેન્ક શેર્સમાં એવરેજ 42%ની વૃદ્ધિ, સામે 12 પ્રાઇવેટ બેન્ક શેર્સમાં એવરેજ 5.3%ની જ વૃદ્ધિ
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી તેજીની ચાલ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50 તેમની ઓલટાઇમ હાઇ સપાટી નજીક પહોંચ્યા છે. પરંતુ બીએસઇ બેન્કેક્સ તો ઓલરેડી તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચૂક્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સરકારી બેન્ક શેર્સમાં આ વર્ષે બૂમ-બૂમની સ્થિતિ જોવા મળી છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 11 પીએસયુ બેન્ક શેર્સ પૈકી સૌથી વધુ સુધારો ઇન્ડિયન બેન્કમાં 92 ટકા રહ્યો છે. ત્યારપછીના ક્રમે બેન્ક ઓફ બરોડા (90 ટકા) અને યુનિયન બેન્ક (72 ટકા) સાથે રહ્યા છે. સૌથી ઓછો સુધારો ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં માત્ર બે ટકા જ જોવા મળ્યો છે. તમામ 11 બેન્કોનો એકત્રિત એવરેજ સુધારો જોઇએ તો 42 ટકા આસપાસ થવા જાય છે. બીજી તરફ ખાનગી બેન્ક શેર્સની સ્થિતિ જોઇએ તો પ્રમાણમાં ઓછો સુધારો જોવા મળ્યો છે.
પીએસયુ બેન્ક શેર્સની એક વર્ષમાં સ્થિતિ
બેન્ક | વર્ષ અગાઉ | છેલ્લો બંધ | સુધારો (ટકા) |
ઇન્ડિયન બેન્ક | 142.75 | 273.65 | 92% |
બેન્ક ઓફ બરોડા | 85.75 | 162.80 | 90% |
યુનિયન બેન્ક | 43.05 | 74 | 72% |
કેન બેન્ક | 199.05 | 309.30 | 55% |
બેન્ક ઓફ મહારાષ્ટ્ર | 19.15 | 25.10 | 31% |
સ્ટેટ બેન્ક | 460.60 | 602.65 | 31% |
પંજાબ નેશ. બેન્ક | 37.35 | 45.85 | 23% |
યુકો બેન્ક | 12.94 | 15.75 | 22% |
પંજાબ સિંધ બેન્ક | 16.45 | 18.90 | 15% |
સેન્ટ્રલબેન્ક | 21.30 | 23.50 | 15% |
આઇઓબી | 20.90 | 21.35 | 2% |
(સ્રોતઃ બીએસઇ)
પ્રાઈવેટ બેન્ક્સઃ ફેડરલ બેન્કમાં 36 ટકા અને ડીસીબી બેન્કમાં 23 ટકા રિટર્ન
બીએસઇ ખાતે લિસ્ટેડ પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ આધારીત 12 બેન્ક શેર્સ પૈકી 7 બેન્ક શેર્સમાં પોઝિટિવ રિટર્ન જ્યારે 5 બેન્ક શેર્સમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. એકત્રિત એવરેજ રિટર્નની દ્રષ્ટિએ જોઇએ તો 12 શેર્સમાં એવરેજ 5.33 ટકા માંડ રિટર્ન છૂટી રહ્યું છે. તે પૈકી ફેડરલ બેન્ક સૌથી વધુ 36 ટકી વધ્યો છે. ત્યારપછીના ક્રમે ડીસીબી બેન્ક (23 ટકા) અને એક્સિસ બેન્ક (14 ટકા), આઇસીઆઇસીઆઇ બેન્ક (14 ટકા) સાથે રહ્યા છે. જ્યારે એયુ બેન્ક વર્ષ દરમિયાન 97 ટકા ઘટ્યો છે. (કંપનીએ તાજેતરમાં જ 1:1 બોનસ ઇશ્યૂ યોજ્યો હતો તેને ગણતરીમાં લીધેલ નથી). બંધન બેન્ક 33 ટકા અને આરબીએલ બેન્કમાં 28 ટકા ઘટાડો નોંધાયો છે.
પ્રાઇવેટ સેક્ટર બેન્ક શેર્સની એક વર્ષમાં સ્થિતિ
બેન્ક | વર્ષ અગાઉ | છેલ્લો બંધ | +/-% |
ફેડરલ બેન્ક | 98 | 133 | 36% |
ડીસીબી બેન્ક | 96 | 118 | 23% |
એક્સિસ બેન્ક | 752 | 859 | 14% |
આઇસીઆઇસીઆઇ બેન્ક | 804 | 920 | 14% |
આઇડીએફસી ફર્સ્ટ | 50 | 56 | 12% |
સીયુબી | 167 | 183 | 10% |
એચડીએફસી બેન્ક | 1606 | 1613 | 0.44% |
એયુ બેન્ક | 1207 | 612 | -97% |
બંધન બેન્ક | 288 | 216 | -33% |
આરબીએલ બેન્ક | 185 | 144 | -28% |
ઇન્ડસઇન્ડ બેન્ક | 1228 | 1128 | -9% |
કોટક બેન્ક | 2081 | 1959 | -6% |
(સ્રોતઃ બીએસઇ)