અમદાવાદ, 31 ઓક્ટોબરઃ અદાણી ટોટલ ગેસે Q2FY24માં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો રૂ. 173 કરોડ થયો છે. સમાન સમયગાળામાં ઓપરેશન્સમાંથી કોન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 0.92 ટકા ઘટીને રૂ. 1179 કરોડ રહી હતી. કંપનીની EBITDA વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 289 કરોડ થઈ છે.

CNG સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે CNGના ભાવમાં ઘટાડો થવાને કારણે FY24 Q2માં CNG વોલ્યુમ 20 ટકા વાર્ષિક ધોરણે વધ્યું છે. જ્યારે સમાન ગાળામાં વૈકલ્પિક ઈંધણના ભાવમાં ઘટાડો થવાને કારણે ગ્રાહકો દ્વારા ઓછી માંગને કારણે PNG વોલ્યુમ વાર્ષિક ધોરણે 3 ટકા ઘટ્યું છે. અદાણી ટોટલ ગેસે ક્વાર્ટર દરમિયાન 37 નવા CNG સ્ટેશન ઉમેર્યા છે. કંપનીનું કુલ દેવું 1372 કરોડ રૂપિયા છે.

શેર 2.17 ટકા વધ્યો

અદાણી ટોટલ ગેસનો શેર આજે પરિણામોને પગલે ઈન્ટ્રા ડે 2.17 ટકા ઉછાળા સાથે 575.95ની ટોચે પહોંચ્યો હતો. જે અંતે 0.20 ટકા સુધારા સાથે 564.80 પર બંધ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસનો શેર હજી તેના હાઈ 3998.35થી ઘણો દૂર છે. જેનું 52 વીક લો 521.95 છે.

કંપનીની નાણાકીય કામગીરી

વિગતસપ્ટેમ્બર-23સપ્ટેમ્બર-22H1-24H1-23
કુલ આવક1187.981200.432330.702319.75
ચોખ્ખો નફો172.68160.02322.90298.39
શેરદીઠ કમાણી1.571.452.942.71