અમદાવાદ, 13 ઓક્ટોબર: ખાનગી ક્ષેત્રની વીમા કંપની HDFC લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 376 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 15 ટકા વધુ છે. એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની નેટ પ્રીમિયમ આવક રૂ. 14,755 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 11,479 કરોડ કરતાં 28 ટકા વધુ છે.

વાર્ષિક ધોરણે રૂ. 770 કરોડની સરખામણીએ નવા બિઝનેસનું મૂલ્ય રૂ. 801 કરોડ રહ્યું છે. કંપનીનું VNB માર્જિન વાર્ષિક ધોરણે 27.1 ટકાની સામે 26.4 ટકા રહ્યું છે.

HDFC લાઇફે જુલાઈ-સપ્ટેમ્બર FY 2024 ક્વાર્ટરમાં ડાયરેક્ટ ચેનલ્સ, બ્રોકર્સ અને એજન્સી દ્વારા વેચાણમાં ઘટાડો જોયો હતો. તેની સરખામણીમાં કંપનીની બેંક વીમા ચેનલોના કુલ વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. FY24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, એચડીએફસી લાઇફે 4.76 લાખ પોલિસીઓ વેચી હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4.34 લાખ પોલિસી હતી.

જુલાઈ-સપ્ટેમ્બર FY24 ક્વાર્ટર દરમિયાન સોલ્વન્સી રેશિયો ઘટીને 194 ટકા થયો હતો, જે એક વર્ષ અગાઉ 210 ટકા હતો. જીવન વીમા કંપનીનો સોલ્વન્સી રેશિયો કુલ લાઈફ કવર તરીકે બાકી રહેલી રકમની તુલનામાં તેના રોકડ પ્રવાહની માપણી કરે છે.

એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીનો શેર આજે બીએસઈ પર 0.03 ટકાની નબળાઈ સાથે રૂ. 624.45 પર બંધ થયો હતો.