આઈપીઓ લિસ્ટિંગ ઈન ઓક્ટોબર

આઈપીઓઈશ્યૂ પ્રાઈઝબંધરિટર્ન
Plaza Wires5484.2456 %
JSW Infrastructure119170.3043.11%
Valiant Laboratories140176.4526.04%
Manoj Vaibhav Gems21527929.77%
Updater Services300293.40-2.2%

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ સ્થાનિક શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના પગલે રોકાણકારોની કમાણીમાં ઘટાડો થયો છે. જ્યારે બીજી બાજુ પ્રાઈમરી માર્કેટના રોકાણકારો અર્થાત આઈપીઓના રોકાણકારો મંદીના માહોલ વચ્ચે પણ શોર્ટ ટર્મમાં જ અઢળક કમાણી કરી રહ્યા છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કુલ 5 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે, જેમાંથી ચારમાં રોકાણકારોને એવરેજ 38.77 ટકા રિટર્ન મળી રહ્યુ છે. પ્લાઝા વાયર્સનો આઈપીઓ લિસ્ટિંગના બે દિવસમાં જ ઈશ્યૂ પ્રાઈઝ સામે 56 ટકા વધ્યો છે. બીજી બાજુ અપડેટેર સર્વિસિઝના આઈપીઓના નેગિટિવ લિસ્ટિંગ બાદ ડિસ્કાઉન્ટ ઘટી 2.2 ટકા થયા છે.

ચાલુ નાણાકીય વર્ષનો સૌથી વધુ ચર્ચિત જેએસડબ્લ્યૂ ગ્રૂપનો જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓમાં રોકાણકારોને હાલ 43 ટકા રિટર્ન મળી રહ્યું છે. આગામી સપ્તાહે વધુ 3 આઈપીઓ આવી શકે છે. જેમાં અમદાવાદ સ્થિત કેડિલા ગ્રૂપ દ્વારા સમર્થિત આઈઆરએમ એનર્જીનો રૂ. 545 કરોડનો આઈપીઓ સામેલ છે. તે સિવાય તાતા ટેક્નોલોજીસ અને Protean EGov Technologiesનો આઈપીઓ સમાવિષ્ટ છે.

ચાલુ કેલેન્ડરમાં લિસ્ટેડ માત્ર 1 આઈપીઓમાં જ નેગેટીવ રિટર્ન

પ્રાઈમરી માર્કેટ માટે 2023નું વર્ષ કમાણી કરાવનારૂ રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં કુલ 37 આઈપીઓએ મેઈનબોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાંથી માત્ર 1 આઈપીઓમાં સિંગલ ડિજિટ નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. અપડેટેર સર્વિસિઝ ઈશ્યૂ પ્રાઈસ સામે 2.2% ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. યાત્રા ઓનલાઈન ગઈકાલના બંધ સામે 4 ટકા ઘટાડે હતો. પરંતુ આજે 8 ટકા ઉછાળા સાથે 157.20ની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 142 સામે પોઝિટીવ રિટર્ન આપનારો આઈપીઓ થયો છે.

ચાલુ કેલેન્ડર વર્ષના ટોપ પર્ફોર્મર આઈપીઓ

આઈપીઓઈશ્યૂ પ્રાઈઝબંધરિટર્ન
સાયન્ટ ડીએલએમ265691.4160.91
ઉત્કર્ષ સ્મોલ ફાઈ. બેન્ક2555.68122.72
વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા99201.45103.48
સેન્કો ગોલ્ડ317657.5107.41

ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં 5 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું

આઈપીઓ બન્યા શોર્ટ ટર્મમાં મબલક રિટર્ન કમાવવાનો સ્રોત

પ્લાઝા વાયર્સનો આઈપીઓ લિસ્ટિંગના બે દિવસમાં 56 ટકા વધ્યો