રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસનો IPO 23 ડિસેમ્બરેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 94-99
રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ આઇપીઓ એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ ખૂલશે | 23 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 27 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ. 1 |
પ્રાઇસબેન્ડ | રૂ. 94-99 |
લોટ સાઇઝ | 150 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 39185606 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 387.94 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
કંપની પ્રમોટર્સ | ડેવિડ દેવાશાયામ અને ડો. રેણુકા ડેવિડ |
અમદાવાદ, 22 ડિસેમ્બર, 2022: ભારતમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં રિટેલ કેશ મેનેજમેન્ટ (RCM)માં હાજરી ધરાવતી એક ઇન્ટિગ્રેટેડ કેશ લોજિસ્ટિક પ્લેયર કંપની રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ લિમિટેડ તા. 23 ડિસેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 94-99ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 27 ડિસેમ્બરે બંધ થશે. ઓછામાં ઓછા 150 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 150 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂની 94 ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂના 99 ગણી છે. રૂ.600 મિલિયન સુધીનો ફ્રેશ ઇસ્યુ અને પ્રવર્તમાન શેરધારકો દ્વારા 3,31,25,000 ઇક્વિટી શેર સુધી ઑફર ફોર સેલ (OFS)નો સમાવેશ છે. ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.
કંપનીની કામગીરી અંગે
નેટવર્ક લોકેશન અથવા સેવા પૂરી પડાતાં ટચ પોઇન્ટ્સના સંદર્ભમાં RCM ક્ષેત્રમાં સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. (સ્રોતઃ કંપની કમિશન્ડ F&S રિપોર્ટ). 31મી જુલાઇ, 2022 સુધીના આંકડાઓ મુજબ રેડિયન્ટ 5,388થી વધારે સ્થાનો પર આશરે 55,513 સેવા કેન્દ્રો મારફતે ભારતમાં તમામ જિલ્લાઓને આવરી લેતા (લક્ષદ્વીપ સિવાય) કુલ 13,044 પિનકોડ ઉપર પોતાની સેવાઓ પૂરી પાડે છે. તેના ગ્રાહકોના સમૂહમાં સૌથી વિશાળ વિદેશી, ખાનગી અને જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કોનો સમાવેશ થાય છે. જ્યારે કંપનીની સેવાઓના અંતિમ વપરાશકર્તાઓમાં કેટલીક વિશાળ ઇ-કૉમર્સ કંપનીઓ, રિટેલ ચેઇન, NBFC, વીમા પેઢીઓ, કૉમર્સ લોજિસ્ટિક પ્લેયર્સ, રેલવે અને રિટેલ પેટ્રોલિયમ ડિસ્ટ્રિબ્યુશન આઉટલેટ્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2021માં, કંપની કેશ મેનેજમેન્ટ સર્વિસ ક્ષેત્રના સંગઠિત પ્લેયર્સમાં બીજા ક્રમનું સૌથી વધુ EBITDA માર્જિન, ROCE અને ROE ધરાવતી હતી.
ઇશ્યૂનો હેતુ
ફ્રેશ ઇશ્યૂ યોજવા દ્વારા કાર્યકારી મૂડીજરૂરિયાત સંતેષવી
સ્પેશિયલી ફેબ્રિકેટેડ આર્મર્ડ વાન્સની ખરીદી માટેના મૂડી ખર્ચની જરૂરીયાત સંતોષવા
સામાન્ય કોર્પોરેટ હેતુઓ હાંસલ કરવા માટે
કંપનીની નાણાકીય કામગીરી (કોન્સોલિડેટેડ)
Period | Revenue | PAT |
31-Mar-19 | 223.13 | 25.02 |
31-Mar-20 | 251.78 | 36.5 |
31-Mar-21 | 224.16 | 32.43 |
31-Mar-22 | 286.97 | 38.21 |
30-Jun-22 | 84.38 | 15.32 |
(આંકડા રૂ. કરોડમાં)