RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….
અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા તમામ બેન્કોના રિટેલ ફ્લોટિંગ રેટ પર આપવામાં આવતી રિટેલ લોન્સને રેપોરેટ સાથે લિંક કરી છે.
વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં વ્યાજદર ઘટી શકે
મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને બજાર નિષ્ણાતોએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25ના બીજા અર્ધવાર્ષિક ગાળાથી વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે. ફુગાવો છેલ્લા ઘણા સમયથી આરબીઆઈના કમ્ફર્ટ લેવલમાં રહ્યો છે. જેથી આગળ જો કોઈ આર્થિક પડકારો નહીં નડે તો વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે. કોવિડ મહામારી આવી તે પહેલાં 2020માં ઓક્ટોબર સુધી રેપો રેટ 4 ટકા હતો. પરંતુ મહામારીના કારણે આર્થિક મંદીની ભીતિ અને ફુગાવામાં વૃદ્ધિના કારણે રેપો રેટમાં 2.5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
“બૅન્ક ડિપોઝિટ વલણો દરો અને બજારોમાં અસ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. ગ્રાહકો તેમના ભંડોળને રિયલ એસ્ટેટ જેવી ભૌતિક અસ્કયામતોમાં પાર્ક કરવા માટે વિચલિત છે જે સુસ્ત દાયકા પછી વૃદ્ધિના માર્ગ પર છે. રહેણાંક, વાણિજ્યિક અને છૂટક મિલકતોની વધતી માંગના પરિણામે, સપ્લાય ફનલ ઘણા નવા પ્રોજેક્ટ્સ સાથે બની રહી છે. REITS, અપૂર્ણાંક માલિકી અને ગુણવત્તાયુક્ત રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની અન્ય પદ્ધતિઓએ રિયલ એસ્ટેટમાં રોકાણકાર વર્ગના હિતને ફરીથી જાગૃત કર્યો છે.- ડો.નિરંજન હીરાનંદાણી, ચેરમેન હીરાનંદાણી ગ્રૂપ
લોન ઈએમઆઈ પર કોઈ બોજો નહીં
હોમ લોન ધારકોના ઈએમઆઈ પર કોઈ વધારો થશે નહીં. રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગૂ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકો છો.
આરબીઆઇ પોલિસી હાઇલાઇટ્સ એક નજરે
વર્ષ 25 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.2 ટકાનો અંદાજ
ફુગાવાને 4 ટકા સુધી સંરેખિત કરવા માટે પ્રતિબદ્ધ આરબીઆઇ
RBI FY25 માટે CPI ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ મૂકે છે
સામાન્ય ચોમાસું ધારીને, ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 4.5 ટકાની અપેક્ષા
વર્ષ 25 ના Q1માં છૂટક ફુગાવો 4.9 ટકા, Q2 3.8 ટકા, Q3 4.6 ટકા અને Q4માં 4.5 ટકાના દરે રહેવાની ધારણા
RBI સમગ્ર સિસ્ટમમાં રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ માટે ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્થાપવાની દરખાસ્ત કરે છે
બેંકોમાં બલ્ક ડિપોઝીટની થ્રેશોલ્ડ રૂ.2 કરોડથી વધારીને રૂ.3 કરોડ કરી
31 મેના રોજ ભારતના વિદેશી હૂંડિયામણની અનામત $651.5 બિલિયનની વિક્રમી ટોચે પહોંચી છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)