રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ક્યૂ-3 ચોખ્ખો નફો 11.7 ટકા વધી રૂ. 21930 કરોડ
ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો | ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી |
વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8% વધી | વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો |
જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો | રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો |
અમદાવાદ, 17 જાન્યુઆરી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો અનુસાર કંપનીની ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી છે. વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8% વધી છે. વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો છે. જ્યારે જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો છે અને રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો છે.
આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ગત મહિને અમારી જામનગર રિફાઈનરીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. આટલા વર્ષો દરમિયાન રિલાયન્સે જે અભૂતપૂર્વ વૃદ્ધિ સાધી છે તેમજ અમારા તમામ વ્યાપાર ક્ષેત્રે શક્તિ અને પ્રતિબદ્ધતાનો વારસો પ્રસ્તુત કરનારા નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યાં છે તે જોઈને મને અતિશય આનંદ થઈ રહ્યો છે. આ ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ લેવલે રેકોર્ડ EBITDA અને PATની પ્રસ્તુતિ એ આનો પૂરાવો છે.
સબસ્ક્રાઈબર્સમાં સાતત્યપૂર્ણ ઉમેરા તેમજ કસ્ટમર એન્ગેજમેન્ટ મેટ્રિક્સમાં સાતત્યપૂર્ણ સુધારાની દોરવણીમાં ડિજિટલ સર્વિસીઝ વ્યાપારમાં તીવ્રતમ વૃદ્ધિ જોવા મળી છે. અનુકૂળ સબસ્ક્રાઈબર મિક્સ તરફથી તેને ખાસ્સું સમર્થન મળ્યું હતું, અને 5જી નેટવર્કમાં અપગ્રેડ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિયો તરફથી પ્રસ્તુત કરાઈ રહેલી હોમ બ્રોડબેન્ડ સર્વિસીઝનો પણ વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે અને તેની સર્વોપરી માર્કેટ પોઝિશન જાળવી રહી છે. જે રીતે જિયો વૃદ્ધિ પામે છે અને નવા ઈન્ડિયાની ટેકનોલોજી ક્ષમતાઓને વિસ્તારવામાં મદદરૂપ થાય છે તે જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જિયોની વિવિધ ટીમ તરફથી તેમની ઓફરિંગ્સમાં વૃદ્ધિ કરવાનું જારી રખાયું છે, જે બાબત તમામ માટે બેસ્ટ-ઈન-ક્લાસ ડિજિટલ અનુભૂતિ પ્રસ્તુત કરવા ટેકનોલોજી ફલકમાં સતત ઉત્ક્રાંતિ આણવાની ખેવનાને અનુરૂપ છે.
રિટેલ સેગમેન્ટે મજબૂત પ્રદર્શન દર્શાવ્યું છે, જેમાં તમામ ફોર્મેટમાં નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં તહેવારોની માગની સાથે વપરાશમાં પણ તેજી જોવા મળતાં વ્યાપાર સારી રીતે મૂડીકૃત રહ્યા છે. ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને સર્વોત્તમ રીતે સમજવાની ક્ષમતા જ રિલાયન્સ રિટેલને યોગ્ય સમયે, યોગ્ય પ્રોડક્ટને યોગ્ય ચેનલ દ્વારા વ્યાપક ડેમોગ્રાફિક પ્રોફાઈલ્સ સમક્ષ પ્રસ્તુત કરવા સક્ષમ બનાવે છે. ગ્રાહક-કેન્દ્રિત નવતર પ્રયોગોને મધ્યમાં રાખીને, આ વ્યાપાર પોતાની બહોળી પહોંચ અને સતત વિસ્તરી રહેલા પ્રોડક્ટ બાસ્કેટ દ્વારા પોતાના ગ્રાહકોને શોપિંગની સર્વોત્તમ અનુભૂતિ પ્રદાન કરવા ઉત્ક્રાંતિ પામી રહ્યો છે.
O2C વ્યાપારે તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા વૈશ્વિક ઊર્જા બજારોમાં લાંબા સમયની અફરાતફરી વચ્ચે પણ વૃદ્ધિ નોંધાવી છે. રિફાઈનિંગ માર્જિન્સમાં તબક્કાવાર રિકવરી જોવા મળી છે, જેમાંથી પેટ્રોકેમિકલ ડેલ્ટામાં મિશ્ર અસરો જોવા મળી હતી. અપસ્ટ્રીમ સેગમેન્ટ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ટ્રાન્ઝિશન ફ્યુઅલ પૂરું પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખી રહ્યું છે.
અમે આજે વધુ એક અનન્ય સીમાચિહ્નને સર કરી રહ્યા છીએ ત્યારે, આપણે પરિવર્તનકારી વૃદ્ધિ માટે સુસજ્જ થઈએ છીએ જેનો રિલાયન્સ નજીકના ભવિષ્યમાં અનુભવ કરશે તે નિશ્ચિત છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)