EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 220 bps વધી 50.1 ટકાસિક્વન્સિયલ ધોરણે 20 બીપીએસ ઘટાડા સાથે ફ્લેટ

રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયો ઇન્ફોકોમએ જૂન-22ના અંતે પૂરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4335 કરોડ (એપ્રિલ-જૂન-21 માટે રૂ. 3501 કરોડ) નોંધાવ્યો છે. જોકે, કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 4173 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની કુલ આવકો પણ 21.6 ટકા વધી રૂ. 21873 કરોડ (રૂ. 17994 કરોડ) નોંધાવી છે. માર્ચ-22 ક્વાર્ટર માટે કંપનીએ રૂ. 20945 કરોડની આવકો નોંધાવી હતી. કંપનીએ નેટ પ્રોફીટ માર્જિન 16.9 ટકા નોંધાવ્યું છે. જે બજાર નિષ્ણાતોની ધારણા કરતાં આકર્ષક હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કંપનીનો EBITDA (Earnings before interest, tax, depreciation and amortization) 27.2 ટકા વધી રૂ. 10964 કરોડ (રૂ. 8617 કરોડ) નોંધાયો છે. સિક્વન્સિયલ બેઝિસ પર EBITDA 4.3 ટકા વધી રૂ. 10510 કરોડ થયો છે. જ્યારે EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 220 બીપીએસ વધી 50.1 ટકા અને સિક્વન્સિયલ ધોરણે 20 બીપીએસ ઘટાડા સાથે ફ્લેટ રહ્યું છે.