અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4638 કરોડ (રૂ. 4518 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 19 ટકા વધી રૂ. 23061 કરોડ (રૂ. 22521 કરોડ) થઇ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફીટ માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરના 26.1 ટકા સામે વધી 26.6 ટકા નોંધાયું છે. જ્યારે નેટ પ્રોફીટ માર્જિન 17.1 ટકા (15.9 ટકા) નોંધાયું છે. કુલ એસેટ્સમાં કુલ દેવાનું પ્રમાણ 0.08 ટકા જ્યારે કરન્ટ લાયાબિલિટી રેશિયો 0.48 ટકા (0.43 ટકા) નોંધાયો છે.

રિલાયન્સ જિયોના Q3 પરીણામો એક નજરે

વિગતDEC.-22DEC.21+/-%
NET PROFIT4638361528
TOTAL INCOME230611934719
OPERATING MARGIN%26.626.1
NET PROFIT MARGIN%17.115.9

રિલાયન્સ ઈન્ફ્રાનો નફો વધી 2.36 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RIIL)એ ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.36 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગતવકર્ષે રૂ. 2.33 કરોડ સામે નજીવો વધ્યો છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન કુલ આવક રૂ. 20.60 કરોડ રહી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 20.40 કરોડ નોંધાઈ હતી. RIIL એ જણાવ્યું હતું કે બાંધકામ મશીનરી ભાડેથી તેની આવક એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 3.4 કરોડથી વધીને રૂ. 4.1 કરોડ થઈ હતી. અન્ય સહાયક સેવાઓની આવક રૂ. 4.4 કરોડથી વધીને રૂ. 4.8 કરોડ થઈ હતી અને ઉત્પાદન પરિવહન સેવામાંથી આવક રૂ. 8.4 કરોડથી ઘટીને રૂ. 8.2 કરોડ થઈ હતી. RIIL ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સેવાઓ પૂરી પાડે છે, જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને કાચા પાણીનું પાઈપલાઈન દ્વારા પરિવહન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપને ભાડે પર બાંધકામ મશીનરીનો સમાવેશ થાય છે.